અમદાવાદ, તા.7: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મસ્જિદના ધાબા પર સાત વર્ષના બાળક પર એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે આ ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી
માહિતી મુજબ જમાલપુરની એક મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ પઢવા માટે આવ્યો ત્યારે
આસપાસમાં રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા. નૌમાનની નજર 7 વર્ષના એક માસૂમ બાળક
પર પડી હતી. તેણે બાળક સાથે વાતચીત કરી વિશ્વાસમાં લીધો હતો. બાદમાં લાલચ આપીને તે
બાળકને મસ્જિદના ધાબા પર લઈ ગયો અને કોઈની અવરજવરના હોવાથી ત્યાં તેણે બાળક પર સૃષ્ટિ
વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ નૌમાને બાળકને નીચે મોકલી દીધો અને પોતે કોઈને
ખ્યાલ ના આવે તે રીતે નીચે ઉતરી ગયો હતો. આ સમગ્ર પ્રકરણમાં માસૂમ બાળક ગભરાઈ ગયો હતો
અને તેણે ઘરે પોતાના માતા-પિતાને ઘટનાની જાણ કરી હતી. બાળકની વાતથી પરિવાર આઘાતમાં
આવી ગયો અને વિલંબ કર્યા વગર ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નૌમાન શેખ સામે ફરિયાદ નોંધાવી
હતી. પોલીસે ફરિયાદ મળ્યાની ગણતરીની પળોમાં જ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ
કરી હતી. પોલીસને તપાસ દરમિયાન પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.