નામીબિયા: 20 ઓવર 8/156
નેધરલેન્ડ:
18 ઓવર 3/159
નવી
દિલ્હી તા.10: ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ એના આજના પહેલા મેચમાં ઓલરાઉન્ડર બાસ ડી’લીડેના
હરફનમૌલા દેખાવથી નામીબિયા વિરુદ્ધ નેધરલેન્ડનો 7 વિકેટે વિજય થયો હતો. નામીબિયાના
20 ઓવરમાં 8 વિકેટે 1પ6 રન થયા હતા. જવાબમાં નેધરલેન્ડ ટીમે 18 ઓવરમાં 3 વિકેટે 1પ9
રન કરી 12 દડા બાકી રાખી વિજય સાથે મહત્ત્વના બે પોઇન્ટ કબજે કર્યાં હતા. પ્લેયર ઓફ
ધ મેચ બાસ ડલીડેએ 2 વિકેટ લીધી હતી અને અણનમ 78 રન કર્યાં હતા.
નેધરલેન્ડની
શરૂઆત નબળી રહી હતી અને 16 રને પહેલી વિકેટ ગુમાવી હતી. આ પછી બાસ ડી’લીડેએ એક છેડો
સાચવીને 48 દડામાં પ ચોક્કા-4 છક્કાથી અણનમ 72 રન કરી પોતાની ટીમને જીત અપાવી હતી.
તેના સાથમાં માઇકલ લેવિટે 28, કોલિન એકરમેને 32 અને કેપ્ટન સ્કોટ એડવર્ડસે અણનમ 18
રન કર્યાં હતા. આથી ડચ ટીમે 18 ઓવરમાં 3 વિકેટે 1પ9 રન કરી 7 વિકેટે જીત મેળવી હતી.
અગાઉ
નામીબિયા તરફથી નિકોલ લોફટી ઇર્ટને 42, યાન ફ્રાયલિંકે 30 અને જેજે સ્મિટે 22 રન કર્યાં
હતા. આથી નામીબિયાના 8 વિકેટે 1પ6 રન થયા હતા. નેધરલેન્ડ તરફથી બાસ ડી’લીડેને 2 વિકેટ
મળી હતી.