શાળા પ્રશાસનને સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું
અમદાવાદ,
તા.7: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને હવે કપરા દિવસોનો સામનો કરવાનો સમય આવી ગયો છે.
કેમ કે જમીન વિવાદ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
(એસ્ટેટ) દ્વારા શાળાને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં જમીન પરત લેવા માટે
સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે અને શાળા પ્રશાસનને સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ
કરવા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય
છે કે અગાઉ તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) દ્વારા આ મામલે નોટિસ આપવામાં આવી હતી. ત્યાર
કોર્પોરેશને કાયદાકીય અભિપ્રાય મેળવ્યા પછી આ આખી પગલું ઉઠાવવમાં આવ્યું છે. સેવન્થ
ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ચાકુ મારતા વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું
હતું ત્યારેથી આ સ્કૂલ વિવાદમાં આવી છે. જો શાળા તરફથી શાળા તરફથી ઉપરોક્ત નોટિસનો
યોગ્ય વહીવટી કે કાયદાકીય જવાબ નહીં મળે, તો કોર્પોરેશન દ્વારા જમીનનો કબજો લેવાની
કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. આ નિર્ણયને પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના
વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.