• રવિવાર, 21 જુલાઈ, 2024

ટંકારાના નાના રામપરમાં માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભૂવાનું હાર્ટ એટેકથી મૃત્યુ મિત્ર સાથે સોમનાથ ફરવા જતા રૂપાવટીના પ્રૌઢને છાંતીમાં દુ:ખાવો ઉપડતાં મૃત્યુ

ટંકારા/ધોરાજી, તા. 18: હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ટંકારાના નાના રામપર ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા ભૂવાનું હૃદયરોગના હુમલાથી તેમજ ધોરાજીના રૂપાવટી ગામના આધેડ મિત્ર સાથે સોમનાથ ફરવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં છાતીમાં દુ:ખાવો ઉપડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.  બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, ટંકારાના નાના રામપર ગામના રહેવાસી મોહન પરબતભાઈ બોસિયા (ઉં.55) નામના પ્રૌઢ ગત રાત્રીના રામનગરમાં ચામુંડા માતાજીનાં મંદિરે માંડવાના પ્રસંગમાં ગયા હતા અને ભૂવા ધૂણતા હોય ત્યારે ધૂણતા ધૂણતા હાર્ટ એટેક આવ્યો હતો. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં નવસારીના ગામે ફરસાણની દુકાન ચલાવતા શૈલેશ ઠુંમર (ઉં. 44) દિવાળીની રજા હોવાથી માદરે વતન રૂપાવટી ગામે આવ્યાં હતાં. ત્યાંથી તે તેના મિત્રો સાથે મળીને સોમનાથ ફરવા માટે જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નીના મારડવ ગામ પાસે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા મોટી મારડ ગામની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ પાટણવાવ પોલીસ સ્ટેશનને કરાતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક