પેઝેશ્કીયનનો હુંકાર : બિનશરતી સમર્પણનાં સપનાને કબરમાં પહોંચાડી દેશે ઈરાન : લેબેનોનમાં ઈઝરાયલના હુમલામાં 41નાં મૃત્યુ : ઈઝરાયલમાં ઈરાનનાં ભીષણ પ્રહાર
નવીદિલ્હી,
તા.7: વકરી ગયેલાં યુદ્ધના માહોલ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી
બિનશરતી સમર્પણની ધમકીને ઈરાન ઘોળીને પી ગયું છે અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયને
આવી કોઈ ધમકીને તાબે થવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે, અમેરિકા અને ટ્રમ્પનાં બિનશરતી
સમર્પણનાં સપનાને ઈરાન કબર સુધી પહોંચાડી દેશે. ત્યારબાદ ટ્રમ્પે યુદ્ધ વધુ ભીષણ બનવાનો
સંકેત આપતાં સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમેરિકા હવે ઈરાનમાં વધુ
ઘાતક કાર્યવાહી કરશે.
પાડોશી
દેશોમાં હુમલા નહીં કરવાનું પેઝેશ્કીયનનું એલાન આવ્યું ત્યાં સુધી આજે પણ ઈરાને ખાડી
પ્રદેશોમાં ધોંસ બોલાવવાનું ચાલુ રાખ્યું હતું અને ઈઝરાયલમાં પણ ભીષણ હુમલાનો સિલસિલો
વણથંભ્યો જારી છે. અમેરિકા અને ઈઝરાયલ તરફથી
આક્રમણ સાથે શરૂ થયેલું ઈરાન યુદ્ધ આજે બીજા અઠવાડિયામાં પહોંચી ગયું છે અને તેમાં
કોઈ નરમાશનો સંકેત હજી સુધી મળતો નથી. પેઝેશ્કીયને પાડોશી દેશોમાં હુમલા નહીં કરવાની
જાહેરાત કરી છે પણ ઈરાની રિવોલ્યુશ્નરી ગાર્ડે આ સાથે ધમકી પણ આપી છે કે, જો ઈરાન ઉપર
હુમલા નહીં અટકે તો અમેરિકાનાં સૈન્ય મથકો અને હિતોને ઈરાન પ્રાથમિક લક્ષ્ય ગણીને જ
કાર્યવાહી કરશે.
બીજીબાજુ
ઈઝરાયલે હવાઈ અને જમીન માર્ગે લેબનોનના પૂર્વ બેડામાં નાબી ચીટ ગામમાં હુમલાઓ વધારી
દીધા છે. જેમાં આજે 41 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. તો સાઉદી અરેબિયાએ કહ્યું છે કે,
પ્રિન્સ સુલ્તાન એરબેઝ અને શેબાહ ઓઇલ ક્ષેત્રમાં ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ
બનાવી દીધા છે.