• રવિવાર, 08 માર્ચ, 2026

ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ હોટલ બદલી

અમદાવાદ, તા. 7 : સૂર્યકુમાર યાદવની આગેવાનીની ભારતીય ટીમે ફાઈનલ પહેલા એક દિલચસ્પ નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર ભારતીય ટીમે અમદાવાદમાં પોતાની હોટલ બદલી છે. જેથી અમુક જૂની યાદોથી દૂરી બનાવી શકાય અને નસીબને પોતાના પક્ષમાં રાખી શકાય. 2023મા ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે આ મેચમાં ટીમ ઈન્ડિયા ખિતાબી જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત વર્તમાન ટી20 સુપર-8 મુકાબલામાં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને અમદાવાદમાં હરાવ્યું હતું. ભારતીય ટીમ 2023ના ફાઈનલ અને દક્ષિણ આફ્રિકા સામેના મુકાબલામાં જે હોટલમાં રોકાઈ હતી, તે જ હોટલમાં ફાઈનલ પહેલા હતી. જો કે હવે નવી હોટલમાં રોકાવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. સેમીફાઈનલ મેચ પહેલા પણ ભારતીય ટીમે આવો જ એક નિર્ણય કર્યો હતો. જેમાં ઈંગ્લેન્ડ સામેના મુકાબલાના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ ટ્રેનિંગ સેશન 45 મિનિટ સુધી ટાળી દીધું હતું, કારણ કે તે સમયે ચંદ્રગ્રહણ ચાલી રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક