• રવિવાર, 08 માર્ચ, 2026

માધુપુરામાં નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા 4 કામદારના મૃત્યુ

દુકાનનું શટર ખોલવા જતા દાઝેલા કારીગરોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.7: અમદાવાદના માધુપુરા વિસ્તારમાં મહેશ્વરી એસ્ટેટમાં આવેલી એક નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગમાં ચાર કામદાર દાઝી ગયા હતા જેમના સારવાર દરમયાન મૃત્યુ નિપજ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ 3 માર્ચને મંગળવારે મોડી રાત્રે માધુપુરામાં હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મહેશ્વરી એસ્ટેટમાં આવકાર ફૂડ્ઝ નામની નમકીનની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગના સમયે મૂળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ચાર કારીગરો અગાસી પર ઊંઘી રહ્યા હતા પરંતુ ધુમાડાના ગોટે ગોટા નિકળતા તેઓ ઉઠયા હતા અને બાજુની ફેક્ટરીમાંથી થઈને ઝાડ પરથી નીચે ઉતર્યા હતા.

દુકાનમાં આગ વિકરાળ બને તે અગાઉ અંદર રહેલા ફાયરના સાધનોથી બૂઝાવવાનો પ્રયાસ કરવા જતા શટર ખોલતા જ ચારેય કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અરાવિંદ પરમાર, કુલદીપાસિંહ રાજપૂત, સુભાષ પરમાર  અને કૈલાશ વણઝારાનું મૃત્યુ થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક