ઘરેલું ગેસના ભાવમાં 60 અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો ઝીંકાયો
નવીદિલ્હી,
તા.7 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનાં ભીષણ યુદ્ધ વચ્ચે ઓઇલના સમુદ્ર માર્ગ સ્ટ્રેટ ઓફ
હોર્મુઝને ઈરાને બંધ
કરી
નાખતા અખાતના દેશોમાંથી આખી દુનિયામાં ઓઇલ અને ગેસના પુરવઠાની કટોકટી સર્જાઈ ગઈ છે.
આ સ્થિતિમાં ભારતમાં પણ આવનારી તંગીની સ્થિતિને ધ્યાને રાખીને રાંધણગેસનું ઉત્પાદન
વધારવા માટે સરકારે આદેશ જારી કર્યાના બીજા જ દિવસે યુદ્ધની જ્વાળાઓ આમઆદમીનાં રસોડાં
સુધી પહોંચી ગઈ છે. ઘરેલું ગેસનાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60 અને 19
કિલોનાં વાણિજ્યિક એલપીજી બાટલાના ભાવમાં 11પ રૂપિયાનો વધારો થઈ ગયો છે.
રાંધણગેસના
ભાવમાં આ વધારો આજે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં રાંધણગેસનો
ભાવ 863 રૂપિયા હતો. જે હવે વધીને 913 રૂપિયા થયો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ
વધીને 1883 રૂપિયા થયો છે જ્યારે મુંબઈમાં તેનો ભાવ 1835 રૂપિયા રહેશે.
ઈરાન
ઉપર અમેરિકા અને ઈઝરાયલે આક્રમણ શરૂ કર્યું ત્યારથી જ દેશમાં રાંધણગેસ અને પેટ્રોલ-ડીઝલના
ભાવમાં ભડકો થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. જો કે સરકાર ઈંધણનો પર્યાપ્ત અનામત પુરવઠો
હોવાનું કહે છે પણ વિશ્વમાં સર્જાયેલી ઊર્જાની આ કટોકટીની આગ ભારતને દઝાડયા વિના રહી
નથી.
સરકારી
આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતમાં રાંધણગેસની ખપત આશરે 3.13 કરોડ ટન જેટલી રહી
હતી. જેમાંથી માત્ર 1.28 ટન એલપીજીનું ઉત્પાદન જ ભારતમાં થયું હતું જ્યારે બાકીનો ગેસ
ખાડી દેશો સહિતનાં અન્ય સ્રોતોમાંથી આયાત કરવામાં આવ્યો હતો.
એલપીજી
માટે ભારત મુખ્યત્વે સાઉદી અરબ સહિતના અન્ય દેશો ઉપર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિમાં
હોર્મુઝ સ્ટ્રેટ ઉપર સ્થિતિ ભયાનક બનેલી છે. ઈરાને રશિયા, ચીન, ભારત સહિતનાં ગણ્યાંગાંઠયા
દેશો સિવાયનાં જહાજોને ત્યાંથી માર્ગ આપવાનો ઈન્કાર કરીને હુમલા કરવાની ધમકીઓ આપેલી
છે. બીજીબાજુ ખાડી દેશોમાં રિફાઈનરીઓનાં કામકાજ ઈરાનનાં હુમલાનાં કારણે ઠપ થયા છે.
જેને પગલે ભારતમાં ગેસની આપૂર્તિ ખોરવાઈ રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ભારતનાં
પેટ્રોલિયમ મંત્રાલયે પ્રોપેન અને બ્યુટેન ગેસનો ઉપયોગ ફક્ત રાંધણગેસનાં ઉત્પાદનમાં
વાપરવાનો આદેશ પણ આપેલો.
પેટ્રોલ-ડીઝલનાં
ભાવ નહીં વધે: સરકાર
નવી
દિલ્હી, તા.7: મધ્યપૂર્વમાં યુદ્ધની અસર તળે દેશમાં રાંધણ ગેસનાં ભાવમાં વધારો થઈ ગયા
બાદ સરકારે આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યુ છે કે, દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઈ
વધારો કરવામાં નહીં આવે. સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ઊર્જાની આપૂર્તિ બહેતર થઈ
રહી છે. તેથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર રાખી શકાશે. આ ઉપરાંત સરકારે કહ્યું હતું કે,
રાંધણગેસનાં ભાવમાં વધારાને પેટ્રોલ-ડીઝલ સાથે જોડવા યોગ્ય નથી.
રશિયા
પાસેથી ક્રૂડ ખરીદવા કોઈની મંજૂરીની જરૂર નથી : ભારત
અમેરિકાએ
આપેલી છૂટના દાવા ઉપર ભારત સરકારનો પલટવાર
નવી
દિલ્હી, તા. 7 : ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવાની છૂટ આપવાના અમેરિકી દાવા ઉપર ભારતે
પલટવાર કર્યો છે. ભારત સરકારે સાફ કહ્યું છે કે, રશિયન ક્રૂડ ખરીદવા માટે ભારતને કોઈની
મંજૂરીની જરૂર નથી. ભારતે કહ્યું છે કે તે રશિયા પાસેથી ક્રૂડની આયાત ચાલુ રાખશે.
ભારત
સરકાર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી આવી ખરીદી માટે શોર્ટ
ટર્મ છૂટ ઉપર નિર્ભર નથી. ભારત રશિયન ક્રૂડ ખરીદવા માટે ક્યારેય કોઈપણ દેશની મંજૂરી
ઉપર નિર્ભર રહ્યું નથી. ભારત ફેબ્રુઆરી 2026માં પણ રશિયન ક્રૂડ આયાત કરી રહ્યું છે
અને રશિયા હજી પણ ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર છે.
નિવેદનમાં
આગળ કહેવામાં આવ્યું હતું કે ભારત પાસે શોર્ટ ટર્મ અડચણો સામે 250 મિલિયન બેરલથી વધારે
ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સારો સ્ટોક છે. જો કે ભારતે શનિવારે રાંધણ ગેસ સિલિન્ડરની
કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત પણ
વધી
છે.
પાકમાં
પેટ્રોલ 336 રૂપિયે લિટર !
નવી
દિલ્હી, તા. 7 : મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન પર આર્થિક ઈજાની અસર સ્પષ્ટ દેખાય
છે. આતંકવાદને પોષતા દેશના લોકો પર ‘પેટ્રોલ બોમ્બ’ ફૂટયો છે. પાકમાં ઈંધણની કિંમતોમાં
55 રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલના
ભાવ 335.86 રૂપિયા અને ડીઝલની કિંમત 321.17 રૂપિયા પ્રતિલિટર થઈ ગયા છે. અમેરિકા-ઈઝરાયલ
અને ઈરાન વચ્ચે યુદ્ધનાં કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધી રહ્યા છે.
આ તર્ક
આપીને સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારવાનો ફેંસલો કર્યો છે. કિંમતોમાં વધારો થવાના
સમાચાર ફેલાતાં પાકિસ્તાનમાં પેટ્રોલ પંપ પર ભીડની કતારો લાગી હતી.
અહીં
ખાસ જાણવા જેવી વાત છે કે, પાકે પૂરતા પ્રમાણમાં કાચું તેલ દેશમાં ઉપલબ્ધ છે, તેવો
દાવો તાજેતરમાં કર્યો હતો.
આવનારા
સમયમાં તેલની અછત થવાની ભીતિ સાથે લોકોએ કલાકો સુધી પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે કતારોમાં
રાહ જોઈ હતી.
પેટ્રોલની
અછતની અફવાઓ વચ્ચે વડાપ્રધાન શાહબાઝ શરીફે ચેતવણી આપી હતી કે, પેટ્રોલની સંગ્રહખોરી
કરનારાઓ સામે કાર્યવાહી કરાશે.