દંડ કરવા શાળાના આચાર્યો તથા શિક્ષકોના શિરે જવાબદારી ! રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર સામે શિક્ષકોમાં ઉગ્ર રોષ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા. 7 : રાજકોટ જિલ્લાની શાળાઓના 100 મીટરમાં તમાકુ વેચાતું હશે તો શિક્ષક, આચાર્ય
અને સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે એવા મતલબનો પરિપત્ર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ
કરતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. આ મામલે શિક્ષકો દ્વારા સોમવારે ઉગ્ર રજુઆત કરાશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગાવિંદે
કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા કેમ્પસની આજુબાજુની દુકાનોમાં જ્યારે સિગારેટ
કે તમાકુની બનાવટનું વેચાણ થતુ હોય ત્યારે આવી દુકાનો ઉપર ગ્રામજનો, યુવાનો અને વયસ્કો
ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતા હોય છે.
જેથી
વિદ્યાર્થીઓને આવા દ્રશ્યો ખૂબ સરળતાથી જોવા મળે છે તેમજ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓના
વડીલો દ્વારા પણ તમાકુ ઉત્પાદનો ખરીદવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે.
જેને કારણે વિદ્યાર્થીઓના માનસ ઉપર તેની નકારત્મક અસર થાય છે અને નાની ઉંમરના વિદ્યાર્થીઓને
તમાકુના ઉત્પાદનનું સેવન કરવા માટે દુપ્રેરણા મળે છે જે વિદ્યાર્થીઓના શારીરિક અને
માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ નકારત્મક અસર આપે છે.
ઈઘઝઙઅ-2003
(સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ)ની કલમ અંતર્ગત 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને
તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ છે તેમજ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની
ત્રિજયામાં કોઈ પણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવું ગુનો બને છે. આ અધિનિયમના
ઉલ્લંઘન સામે દંડ લાદવા અને દંડને એકત્રિત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને
અધિકૃત કરાયા છે.
આ અધિનિયમ
અન્વયે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યોએ શાળાની 100
મિટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા ઈઘઝઙઅ-2003 અંતર્ગત કાર્યવાહી કરવાની
રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે
તેમજ તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો
કાર્યરત ન રહે તે આચર્યો અને સરપંચો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ
બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં
આવશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સૂત્રોમાંથી
જાણવા મળ્યા પ્રમાણે, શિક્ષકોએ બાળકોને ભણાવવાના કે દંડ ઉઘરાવવાનો ? પોલીસનું કામ શિક્ષકોએ
કરવાનું ? શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે કે તેમને આ કામગીરીમાંથી
બાકાત રાખી પંચાયત વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી છે.
જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવતો રાજકોટ જિલ્લા
પ્રાથમિક શિક્ષક સંઘના 4 હજાર શિક્ષકોનું યુનિયન જે આદેશ કરશે તે પ્રમાણે આંદોલન કરવા
ચેતવણી અપાઈ છે.
શ્વાનની
ગણતરીનો વિવાદ શમે ત્યાં નવું ફરમાન
તાજેતરમાં
જ શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી
નવો વિવાદ છેડાયો હતો. શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ
કરતો પરિપત્ર શિક્ષણ નિયામકે કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે
સવાલ ઉઠાવ્યો હતો. આ વિવાદ શમે ત્યાં નવું ફરમાન આવતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે.