• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

દિલ્હીના પડઘા અમદાવાદમાં, ચૂંટણી કમીશનર મુદે્ ધરણા

પત્રકાર પ્રકાશ શાહ 87 વર્ષની વયે આંદોલનમાં જોડાયા : કોંગી નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 10: દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ઈઉંઙના દેખાવોને પગલે રાજધાની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. સાંજે એલિસબ્રિજ નજીક ખઉં લાઇબ્રેરીના ચાર રસ્તા પાસે ઋયક્ષ-y અને કોંગ્રેસના નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાથી માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. સિનિયર પત્રકાર પ્રકાશ.ન. શાહ 87 વર્ષની જૈફ વયે આંદોલનમા જોડાયા હતા. તેમની અટકાયત કર્યા બાદદ અઢી કલાક પોલીસ સ્ટેશનમાં રાખી મુક્ત કરાયા હતા. પોલીસે 2000થી વધુ દેખાવકારોની અટકાયત કરી છે, ત્યારે દિલ્હીના પડઘા ગુજરાતના અમદાવાદમાં પડયા છે. અમદાવાદમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન પોલીસ અને મીડિયા વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. દેખાવોને લઈને એમજે લાઇબ્રેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે વોટ ચોર ગદ્દી છોડ અને જ્ઞાનેશ કુમાર હટાવો લોકશાહી બચાવોના નારા લગાવતા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી પોલીસ વાહનમાં બેસાડી દેવામાં આવ્યાં હતાં.  પોલીસના જણાવ્યા મુજબ એકત્રિત લોકો પાસે જાહેર સ્થળે કાર્યક્રમ યોજવા માટેની પરવાનગી નહતી અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ પાસે છે. અટક કરાયેલા લોકોને ક્યા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા અને તેમની વિરુદ્ધ કયો ગુનો નોંધવામાં આવ્યો તેની સ્પષ્ટતા કરાઈ નહતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક