• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

તળાજાના ધારડી નજીક બાઇક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનના મૃત્યુ

(ફૂલછાબ ન્યુઝ)

તળાજા, તા. 9: તળાજાના ધારડી નજીક મુરલીધર હોટલ પાસે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઇક પર સવાર બે યુવાનના મૃત્યુ નિપજ્યાં છે. આ અકસ્માતને પગલે મૃતકના પિતરાઈ ભાઈએ કારચાલક અને કારના નંબર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ત્રાપજ ગામના પોપટભાઈ માધાભાઈ વસાણી (ઉં.વ. 64)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજના સમયે તેઓ ઘરે હતા. તે દરમિયાન ગામના ગૌતમભાઈ ચાવડા તેમના ઘરે આવ્યા હતા અને પોપટભાઈને જાણ કરી હતી કે તેમના કાકાના દીકરાનો ધારડી નજીક મુરલીધર હોટલ પાસે અકસ્માત થયો છે. આ જાણ થતાં પોપટભાઈ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમના કાકાના દીકરા પંકજભાઈ અને તેમના મિત્ર ગાવિંદભાઈ સાથે અકસ્માતગ્રસ્ત હાલતમાં રોડ પર લોહીલુહાણ પડેલા જોવા મળ્યા હતા. જ્યારે અકસ્માતમાં સંડોવાયેલી કાર પણ સ્થળ પર અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ કાર તળાજાના છત્રાસિંહ વાળાની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બંને બાઇકસવાર યુવાનોના મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની તપાસ અલંગ પો.ઇ. પોતે કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક