કલોલ, રાજકોટ, મોરબી, ખેડા જિલ્લાના નડિયાદ, પોરબંદર, નવસારી અને સુરતમાં ‘િમશન ઉમેદવાર બચાવો’ અભિયાન
અમદાવાદ,તા.14 : ગુજરાતમાં નગરપાલિકા
અને મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને
સાચવવા માટે કવાયત તેજ કરી દીધી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ, રાજકોટ, મોરબી, ખેડા જિલ્લાના
નડિયાદ, પોરબંદર, નવસારી અને સુરતમાં ઉમેદવારો તૂટવાના અથવા ફોર્મ પરત ખેંચવાના ડરથી
કોંગ્રેસે મોટી સંખ્યામાં નેતાઓને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે. સત્તાધારી પક્ષના દબાણ
અને (જુઓ પાનું 8)
ધમકીના આક્ષેપો વચ્ચે વિપક્ષ
હવે સુરક્ષાના ભાગરૂપે આ વ્યૂહરચના અપનાવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં પાલિકાની
ચૂંટણી પહેલા જ રાજકીય ગણિત બદલાતું જોવા મળી રહ્યું છે.4 બેઠકો બેઠકો બિનહરીફ જાહેર
થઈ છે. આ સ્થિતિને જોતા બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસે
20 થી વધુ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. રાજકોટ મહાનગરપાલિકામાં
પણ સ્થિતિ સ્ફોટક બની છે, જ્યાં કોંગ્રેસે 45 થી વધુ ઉમેદવારોને શહેરની બહાર મોકલી
દીધા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં પણ કોંગ્રેસ પક્ષે પોતાના 50 માંથી 25 જેટલા ઉમેદવારો
તેમજ પોરબંદર મનપાના પણ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયાં છે.