• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

તાલાલા પંથકને ધરતીકંપના 2.7ની તીવ્રતાના આંચકાએ ધ્રુજાવ્યો

ધરતીકંપનું કેન્દ્રાબિંદુ તાલાલાથી 11 કિ.મી દુર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું 

તાલાલા,તા.16:  તાલાલા પંથકમાં સાંજે 7:51 કલાકે ધરતીકંપના તીવ્ર આંચકાથી આખો પંથક ધ્રુજી ઉઠ્યો હતો. તીવ્ર આંચકાની અનુભુતિ થતાં ભયભીત થઈ લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. 

તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકા અટકવાનું નામ નથી લેતા. તેવામાં વધુ એક આંચકાથી તાલાલા પંથકની ધરા ધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે તાલાલા પંથકમાં સાંજે 7:51 કલાકે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 2.7 ની હતી. જ્યારે તેનું કેન્દ્રાબિંદુ તાલાલાથી 11 કિ.મી દુર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ નોંધાયું છે. ભૂગર્ભમાંથી માત્ર 4.7 કિ.મીની ઊંડાઈએથી ધરતીકંપનો આંચકો આવ્યો હોવાથી આંચકાની અસર તાલાલા શહેર ઉપરાંત પૂર્વ-ઉત્તર દિશામાં આવેલા બોરવાવ ગીર, મોરૂકા ગીર, આંકોલવાડી ગીર સહિતના ગામડાઓમાં થઈ હતી. ધરતીકંપના તીવ્ર આંચકા ભયભીત લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. જોકે ધરતીકંપના આ આંચકાથી પંથકમાં નુકસાની થયાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક