• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજીઃ ધોરાજીનાં પંચનાથ મહાદેવ મંદિરના સેવા સમિતિના સભ્ય કરશનભાઇ પ્રેમજીભાઇ ગેવરિયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. ક્રિષ્નાબેન ભારાઇ અને મેડિકલ ટીમના દીપકભાઈ પારધી અને ધ્રુવ વસોયા વગેરેના સહયોગથી સદ્ગતના ચક્ષુનું દાન કરાયું છે. ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન  અને સ્કીન ડોનેશન માટે 2#47, 98987 01774 અને 98987 15775 તેમજ સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન નં. 02824-220139 પર સંપર્ક કરવો. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા 455મુ ચક્ષુદાન કરાયું.

ચક્ષુદાન

રાજકોટઃ ચંન્દ્રિકાબેન ચંદુલાલ જોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 894મું ચક્ષુદાન થયું છે. ચક્ષુદાન સપ્ટેમ્બર-26માં આઠમું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન, ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતાઃ મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ નરેન્દ્રભાઇ શાંતિલાલ દવે (.73) તે આકાશભાઇ, મલયભાઇ, મયંકભાઇના પિતા તથા સ્વ. દિલીપભાઇ હરિલાલ દવેના બનેવીનું તા.21ના રોજ અવસાન થયું છે. બેસણું તા.24ને ગુરુવારે સાંજે 4થી 6 તુલસીબાગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ, સોમનાથ સોસાયટી-3, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

પોરબંદરઃ રમણીકલાલ કાંતિલાલ તકવાણી (.74) તે ધીરજલાલ, સ્વ. જેન્તીભાઇ, કિશોરભાઇ, વિજયભાઇ, જામનગરવાળા ઇલાબેન કિરીટભાઇ દતાણીના ભાઇ તથા ભાવિકાબેન નીતિનભાઇ સેજપાલ, અમી પ્રિજેશભાઇ બદીયાણી અને આરતીબેન નિલયભાઇ બુધદેવના પિતાતેમજ સ્વ. વિઠ્ઠલદાસ પોપટલાલ વસાણી (અમરેલી)ના જમાઇનું તા.21 અવસાન થયું  છે. પ્રાર્થના સભા અને સસરા પક્ષની સાદડીઃ તા.24 ને ગુરૂવારે 4-15 થી 4-45  પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત રાખેલ છે.

રાજકોટઃ ચા..કા. મોઢ બ્રાહ્મણ મૂળ કોયલી હાલ  રાજકોટ બળવંતભાઇ અમૃતલાલ દવે (.66) તે ગાયત્રીબેનના પતિપારસભાઇ, નયનભાઇના પિતા તથા મેઘનાના સસરા, સ્વ. અરવિંદભાઇ, હંસાબેન, રંજુબેન, નયનાબેન, દક્ષાબેનના ભાઇ તથા વૈકુંઠરામ જટાશંકર દવેના જમાઇ તથા  સારાંશના દાદાનું તા.22ના રોજ અવસાન થયું છે. બેસણુઃ ગુરૂવાર તા.24મીએ તેમના નિવાસસ્થાન સનાતન પાર્ક, શેરી નંબર-4, ભવાની કૃપા ખાતે સાંજે 4-30 થી 5-30 રાખેલ છે.

રાજકોટઃ  ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ તેજસ  કૃષ્ણકાંત રાવલના માતુશ્રી, બીનાબેન કૃષ્ણકાંત રાવલ (.65) તે મંદાકિનીબેન મગયાના માતુશ્રી તથા નેહલ તેજસ રાવલના સાસુનું અવસાન થયું છે. બેસણુઃ તા.24ને ગુરૂવારે સાંજે 4 થી 6 અક્ષર-2, શાંતિનિકેતન એવન્યુ પાસે, તેજસભાઇના નિવાસસ્થાને રાખેલ છે.

 અમરેલીઃ બકુલભાઇ રમણીકભાઇ ભટ્ટ (િનવૃત્ત નગરપાલિકા -અમરેલી)ના પત્ની દક્ષાબેન (.55) તે ચેતન્યભાઇ, દ્રષ્ટિબેનના માતુશ્રી, અભિષેક, આકાશના કાકીનું તા.21ના રોજ અવસાન થયું છે. બેસણુઃ તા.24 ને ગુરૂવારે સવારે 9 થી 6 ભારતીબા વાડી, લીલીયા રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

મોરબીઃ અરવિંદભાઇ શાન્તીલાલ જાની (.58) તે ભરતભાઇ  તથા દિનાબેનના ભાઇનું તા.21ના રોજ અવસાન થયું છે. બેસણુઃ તા.25ને શુક્રવારે સાંજે 4 થી 6 રામકૃષ્ણનગર, બ્લોક નં. યુ-2, મોરબી-2 (સામાકાંઠે) રાખેલ છે.

જૂનાગઢઃ ડો. દિલીપભાઇ એમ. ઠકરાર (.70) તે પદ્માબેનના પતિ તથા ભાવિના પિતાનું તા.22ના અવસાન થયું છે. બેસણુઃ તા.24ના સાંજે 4 થી 6 ભૂતનાથ સત્સંગ હોલ, ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જૂનાગઢઃ ધીરજલાલ નાનાલાલ ટાંક (.73) તે કમળાબેનના પતિ તથા પૂર્વીબેન, કમલેશભાઇ અને વિપુલભાઇના પિતાનું તા.20ના રોજ અવસાન થયું છે. બેસણુઃ તા.24ના રોજ સાંજે 4 થી 6 બાપુનગર સાર્વજનિક પ્લોટ, ઠાકરશી મંડપવાળી શેરી, અગ્રાવતના દવાખાના પાસે, જોષીપુરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટઃ પ્રિતીબેન પારેખ (.57) તે રાજેન્દ્રભાઇ વિનોદરાય પારેખના પત્ની તથા રૂચીબેન, નેહાબેન, પ્રિયંકભાઇના માતુશ્રી, ખ્યાતીબેનના સાસુ, ક્રિશીવના દાદી તથા સ્વ. મણીભાઇ રૂગનાથભાઇ રાણપરાના પુત્રીનું તા.21ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તથા પિયર પક્ષની સાદડીઃ તા.24ને ગુરૂવારે સાંજે 4 થી 5-30 કોઠારીયા નાકા, ખીજડા વાડી, યુનિટ નં.1, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતપુરઃ લાલજીભાઇ મગનભાઇ બગથરિયા (.70) તે સ્વ. લખુભાઇના મોટાભાઇ તથા રાજુના પિતા તેમજ ભરતભાઇ અને રાહુલભાઇના  ભાઇજીનું તા.22ના રોજ અવસાન થયું છે. બેસણુઃ તા.24 ને ગુરૂવારે શામનાથ મહાદેવ મંદિર, દેસાઇ વાડી, જેતપુર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026