• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

avshan nodh

એડેક્સ મીડિયા લીંકસનાં  જયેશભાઇ સોનાનાં પિતાનું  અવસાન, કાલે પ્રાર્થના સભા

રાજકોટ: અલીયાબાડા નિવાસી સ્વ. ધનગૌરીબેન તથા સ્વ. રતિલાલ વાલજીભાઇ સોનછાત્રાના પુત્ર, પ્રતાપરાય ( દિનેશભાઇ) રતિલાલ સોનછાત્રા (ઉ.78) (રીટા. ઇ.એસ.આઇ.એસ.) તે સ્વ. દિવ્યાબેન, સ્વ. મૃદુલાબેનના પતિ, જયેશભાઇ (સોના) સોનછાત્રા (એડેકસ મીડિયા લીંકસ), ભાવનાબેન ભાવેશકુમાર ભોજાણીના પિતા, હિનાબેન  જયેશકુમાર સોનછાત્રા તથા  ભાવેશકુમાર મનસુખલાલ ભોજાણીના સસરા, મુકેશભાઇ, અશ્વિનભાઇ, સ્વ. વસંતબેન, હીરાબેન અરવિંદકુમાર કક્કડ, શારદાબેન ચંદુલાલ કક્કડ,  સ્વ. ઇન્દુબેન તથા નયનાબેન મહેન્દ્રકુમાર તન્ના, ઉર્મિલાબેન જયંતીલાલ સુચક, જશવંતીબેન ગોવિંદલાલ વિઠલાણી તથા સ્વ. મીનાબેન વિનોદકુમાર કોટકના  ભાઇ, સ્વ. બચુભાઇ મગનલાલ પોપટ તથા સ્વ. ત્રિભોવનદાસ કુરજી કારીયાના જમાઇ, સિધ્ધાંત તથા મિથિલા જલાધિકુમાર ઝવેરીના દાદા, પૃથ્વી તથા સૃષ્ટિ પ્રેમકુમાર ઠક્કરના નાના નું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.21નાં સાંજે 4-30 થી 6 રાણીંગા વાડી, કાન્તા ત્રી વિકાસ ગૃહ રોડ, મિલપરા, રાજકોટ છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: જયકાંતભાઇ દુર્ગાશંકર જોષીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. તે જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં  કુલ 893મું ચક્ષુદાન થયું છે.

ચક્ષુદાન

રાજકોટ: કડીયા સમાજના ચારૂબેન હિંમતભાઇ ટાંકનું દુ:ખદ અવસાન થતા સેવાભાવી જીગ્નેશભાઇ ચોટલીયાની પ્રેરણાથી ચારે દીકરીઓ વંદનાબેન, અલ્પાબેન, ભૂમિકાબેન, અવનીબેનએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઇને બે દ્રષ્ટિહીન બાંધવોને  દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ. સ્વ. ચારૂબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી તથા ઉપેનભાઇ મોદી દ્વારા કરાયું હતું. સંસ્થાનું આ 216મું ચક્ષુદાન છે.

જામનગર: તરુણકુમાર ધીરજલાલ દોશી (ઉં.65) (બીએસએનએલ) તે સ્વ.ધીરજલાલ શામળદાસ દોશીના પુત્ર, ચેતનાબેનના પતિ, સ્વ.િહંમતલાલ જીવરાજ શાહના જમાઈ, કુશલ-ચાર્મીના પિતા, માનસીના સસરા, સ્વ.જીતેન્દ્રભાઈ, સ્વ.પ્રફૂલભાઈ તથા કવિતાબેન કર્ણિકભાઈ ઉદાણીના ભાઈ, નેમિષ તથા ભવ્યના કાકાનું તા.18 ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.ર0 નાં સાંજે પ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. ઉઠમણુ તા.ર1 નાં સવારે 10:30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે કામદારવાડી, અંબર ટોકીઝ પાસે, જામનગર છે.

જામનગર: જામનગર વિસા ઓશવાલ જ્ઞાતિના પારેખ હઠીસંગ માનસંગના પૌત્ર પારેખ રમેશચંદ્ર (ઉં.80) તે (કનૈયાલાલ પ્રાણલાલ એન્ડ કંપનીવાળા) ચમનલાલ હઠીસંગના પુત્ર, કમલેશબેનના પતિ, હેમલના પિતા, સ્વ.પ્રમોદચંદ્ર (મફતભાઈ) ના નાનાભાઈ, સ્વ.જયસુખભાઈના મોટાભાઈ, સ્વ.િહનાના સસરા, કોમલ, ફાલ્ગુની, પાયલ, મિત્તલ, પૂનમ તથા રોનકના કાકા, ફલક તથા કૃષિવના દાદા, વોરા લક્ષ્મીચંદ ઘેલાભાઈના જમાઈનું તા.19 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.21ના સવારે 9:30 કલાકે ખરતર ગચ્છ જૈન ઉપાશ્રય, કાજીના ચકલા ખાતે, જામનગર છે.

જામખંભાળિયા: મૂળ ગામ રહીજ (માંગરોળ) હાલ જામખંભાળીયા હરદાસભાઈ જગમાલભાઈ સોલંકી (ઉં.70) (િનવૃત શિક્ષક) તે આશિષ, અપૂર્વ, વૈશાલીબેન રાજેશકુમાર કછોટના પિતા, મનીષાબેન, ખુશ્બુબેનના સસરાનું તા.18 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા ભાઈઓ, બહેનો માટે તા.21 ના સાંજે પ થી પ:30 જલારામ મંદિર, જામખંભાળિયા છે.

પોરબંદર: મધુબેન મુરૂભાઈ વાઢેર (ઉ.75) સ્વ.મુરૂભાઈ ઘેલાભાઈ વાઢેરના પત્ની, પ્રહલાદભાઈ, સ્વ. અજીતભાઈ, ચેતનભાઈના માતાનું તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર1 ના સવારે 9 થી પ બીરલાહોલ રોડ પર આવેલ ધોબીસમાજની વંડી ખાતે છે.

ગઢડા (સ્વામીના): પૂર્વ ગઢાળી નિવાસી કિશોરસિંહ પ્રહલાદસિંહ ગોહિલ (ઉં.61) તે બહાદુરસિંહના નાનાભાઈનું તા.17 ના અવસાન થયું છે.

અમદાવાદ: સ્થાનકવાસી જૈન સમાજના મુળ લખતરના હાલ અમદાવાદ અરવિંદકુમાર મણીલાલ શાહ તે હર્ષાબેનના પતિ તથા દર્શનભાઈ, વિશાલભાઈ, પૂનમબેનના પિતા, નિધિબેન, દિપ્તીબેનના સસરા તથા હ્યીધાન અને ધિયાંશીના દાદાનું તા.14 ના અવસાન થયું છે. બેસણુ તા.ર1 ના સવારે 9 થી 1ર ક્રાઉન પ્લાઝા, ર-જો માળ, શપથ-પ ની બાજુમાં, પ્રહલાદનગર, સરખેજ, ગાંધીનગર હાઈવે અમદાવાદ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક