નવી દિલ્હી, તા. 22: એશિયન ગેમ્સની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ભારતીય સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ સિદ્ધિ હાંસલ કરી છે. મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રનનો આંકડો પાર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેને મહામુકાબલા પહેલા 11 હજારી ક્લબમાં સામેલ થવા માટે માત્ર 13 રનની જરૂર હતી. કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાના બોલર્સ સામે આક્રમક વલણ અપનાવીને તેણે માત્ર 10 દડામાં જ જરૂરી રન બનાવી લીધા હતા.