- વંદે માતરમ ન ગાવાને દંડનીય અપરાધ બનાવી શકાય કે નહીં? સુપ્રીમે માગ્યો કેન્દ્ર સરકારનો જવાબ
-બે અંતરાનું ગાયન થવું જોઈએ કે છ અંતરાનું એ ચકાસવા કોર્ટનો ઈનકાર
નવી દિલ્હી, તા.22ઃ વંદે માતરમ સાથે જોડાયેલા વિવાદ અને કેસમાં સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વની ટકોર અને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ધાર્મિક કારણોથી રાષ્ટ્રગીત ન ગાનાર વ્યક્તિએ અપરાધિક કાર્યવાહીનો સામનો ન કરવો જોઈએ. અદાલતે આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી પ્રત્યુત્તર અને સ્પષ્ટતા પણ માગી છે. કોર્ટે એ ચકાસવા માટે પણ સહમતી દર્શાવી હતી કે,
જો કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીત ફક્ત બે અંતરા સુધી સીમિત રહેશે કે છ અંતરા સુધી એ નક્કી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, કાયદામાં વંદે માતરમનાં ગાયનને અવરોધવા કે તેમાં જાણી જોઈને ખલેલ પાડવાને દંડપાત્ર અપરાધ બનાવવામાં આવ્Îું છે.
આ સુનાવણી ગાયક ટી. એમ. કૃષ્ણાની અરજી પર થઈ હતી. અરજદારે દલીલ કરી હતી કે અંતિમ ચાર પંક્તિઓમાં હિંદુ દેવતાઓ પ્રત્યે ભક્તિનું આહ્વાન કરવામાં આવે છે. આ પંક્તિઓનું ગાયન ફરજિયાત બનાવવું દેશની બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે, વંદે માતરમને કાયદાના દાયરામાં લાવતું સુધારા બિલ 29 જુલાઈએ
રાજ્યસભા અને
30 જુલાઈએ લોકસભામાં પસાર થયું હતું. ત્યારબાદ 6 અૉગસ્ટે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની ગયો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, વંદે માતરમ સંબંધિત કાયદાનું અર્થઘટન કરતી વખતે 1986ના બિજો ઈમેનુઅલ કેસનાં ચુકાદામાં નક્કી કરાયેલા સિદ્ધાંતો લાગુ કરવામાં આવશે. હકીકતમાં, 1986ના બિજોય ઇમેન્યુઅલ વિરુદ્ધ કેરળ સરકારના કેસમાં ત્રણ વિદ્યાર્થીઓએ ધાર્મિક માન્યતાઓને કારણે રાષ્ટ્રગાન ગાયું નહોતું. જોકે, રાષ્ટ્રગાન દરમિયાન તેઓ સન્માનપૂર્વક ઊભા રહેતા હતાં. સુપ્રીમ કોર્ટે તેમની સામેની કાર્યવાહી રદ કરતાં કહ્યું હતું કે માત્ર રાષ્ટ્રગાન ન ગાવાના આધારે તેમને સજા કરી શકાય નહીં.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કૃષ્ણાના વકીલ સિનિયર એડવોકેટ ડૉ. એસ. મુરલીધર વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ હતી. બંધારણ હેઠળ નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે મુરલીધરની દલીલના જવાબમાં મહેતાએ નક્સલી શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુરલીધરે કહ્યંy હતું કે, તમે હમણાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે, તે પાછો ખેંચો. આ કાર્યવાહી લાઇવ ચાલી રહી છે. મેહતા જવાબમાં કહ્યું હતું કે, તેમનાં દ્વારા જે કહેવામાં આવ્યું તે જ બંધારણીય રીત છે, ન કે તે રીત જે નક્સલી ઇચ્છે છે અને મને તેનો કોઈ અફસોસ નથી. જેની સામે મુરલીધરે સામે દલીલ કરી હતી કે, કોઈ બાબતે વિચાર રજૂ કરવો એ નક્સલી હોવું બની જતું નથી.
આ ઉગ્ર દલીલો વચ્ચે જસ્ટિસ જૉયમાલ્ય બાગચીએ હસ્તક્ષેપ અને તેમણે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે, કોઈ વ્યક્તિ પર આતંકવાદી હોવાનો આરોપ હોય, તો પણ બંધારણ હેઠળ તેના અધિકારો જળવાઈ રહે છે.
24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું હતું. લાંબા સમય સુધી તેના અપમાન સામે કોઈ અલગ કાયદો નહોતો પરંતુ 2026ના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ બનાવ્યો હતો. આ કાયદા હેઠળ વંદે માતરમ ગાનને ઇરાદાપૂર્વક રોકવું, તેમાં અવરોધ ઊભો કરવો અથવા તેનું જાહેરમાં અપમાન કરવું દંડનીય ગુનો માનવામાં આવ્યો છે. આવું કરનારને 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.