યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે અનીશ ગિરીને હરાવ્યો, વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે પણ વિજયી લય જાળવી
નવી
દિલ્હી, તા.21 : સમરકંદ ખાતે રમાઈ રહેલા 46મા ચેસ ઓલિમ્પિયાડના પાંચમા રાઉન્ડમાં ભારતીય
પુરુષ ટીમે નેધરલેન્ડ્સને 3-1થી હરાવ્યું હતું. બોર્ડ-1 પર ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર
આર. પ્રજ્ઞાનાનંદે નેધરલેન્ડ્સના નંબર-1 ખેલાડી અનીશ ગિરીને માત આપી હતી. વર્લ્ડ ચેમ્પિયન
ડી. ગુકેશે પણ પોતાની વિજયી લય જાળવી રાખી હતી.
અન્ય
મુકાબલાઓમાં અર્જુન એરિગૈસી અને નિહાલ સરીનની મેચ ડ્રોમાં પરિણમી હતી. આ નિર્ણાયક જીતના
કારણે ભારત હવે 10 મેચ પોઈન્ટ્સ સાથે ઉઝબેકિસ્તાન અને જર્મનીની સાથે સંયુક્ત રીતે પોઈન્ટ
ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
પ્રજ્ઞાનાનંદ
અને અનીશ ગિરી વચ્ચેનો મુકાબલો લગભગ 5 કલાક સુધી ચાલ્યો હતો. ગિરી આ પહેલાં પોતાના
ચારેય મુકાબલા જીતી ચૂક્યો હતો અને શાનદાર ફોર્મમાં હતો.
મેચ
દરમિયાન એક તબક્કે ગિરીએ પ્રજ્ઞાનાનંદને મેચ ડ્રો કરવાની ઓફર પણ આપી હતી, પરંતુ પ્રજ્ઞાનાનંદે
તેનો અસ્વીકાર કરી રમત ચાલુ રાખી હતી. અંતે, પ્રજ્ઞાનાનંદે પોતાની ચાલથી ગિરીને માત
આપી તેની સતત જીતની ચેઇન તોડી નાખી હતી. બોર્ડ-4 પર ડી. ગુકેશે નેધરલેન્ડ્સના એરવિન
લામીને પરાજય આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી પાંચ મેચોમાં ગુકેશની આ ચોથી જીત
છે અને હવે તેના 4.5 પોઈન્ટ થઈ ગયા છે.