• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ભારતીય સિનેમા દેશને એક તાંતણે બાંધે છે ઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

-‘ચંદુ ચેમ્પિયન માટે કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતા તેમજઆર્ટિકલ 370’ ફિલ્મ માટે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત

-           કેવડીયા કોલોની-એકતાનગરમાં આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ગુજરાતી ફિલ્મ, ‘મારણ ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત

-           વરિષ્ઠ અભિનેતા અનંત નાગનું ફ્લ્મિ જગતના સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરાયું

-           ફિલ્મોમાં હિંસાને બદલે પર્યાવરણને લગતા વિષયો લાવો રાજ્યપાલ

-           સિનેમા માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે સમાજનો એક અરીસો પણ છે મુખ્યમંત્રી

 

 

અમદાવાદ તા.22 કેવડિયા કોલોની-એકતાનગર ખાતે આજે આયોજિત 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દેશના વિભિન્ન રાજ્યોમાંથી ઉપસ્થિત કલાકારો-કસબીઓની વચ્ચે વરિષ્ઠ અભિનેતા અનંત નાગને ફિલ્મ જગતના સૌથી સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં ત્યારે સહુ કોઈએ ઉભા થઈને તેમને સન્માન આપ્યું હતું. પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, ‘ભારતીય સિનેમા દેશને એક તાંતણે બાંધે છે, દિલ્લી બહાર પ્રથમ વખત ગુજરાતના આંગણે પ્રથમવાર એવોર્ડ સમારોહનું આયોજન થવું એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર

કરે છે.’

એવોર્ડ સમારોહ અંતર્ગતચંદુ ચેમ્પિયન માટે ફ્લ્મિ અભિનેતા કાર્તિક આર્યન તેમજ ભ્રમયુગમ (જુઓ પાનું 10)

માટે મમૂટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરવામાં આવ્યા છે. આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અર્પણ કરાયો હતો. પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મમારણને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકેકાંત જ્યારે શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો ખિતાબઆર્ટિકલ 370’ને મળ્યો છે.

અમરન ફિલ્મ માટે રાજકુમાર પેરિયાસામીને શ્રેષ્ઠ નિર્દેશક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મકલ્કિ 2898 એડ બની છે. શ્રેષ્ઠ સપોર્ટીંગ એક્ટ્રેસમાં રોપા વારકડી (િમથ્યા) અને સચાના નમીદાસ (મહારાજા)ની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (ગીતો) માટે આર્ટિકલ 370ના શાશ્વત સચદેવ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે અમરનના જી. વી. પ્રકાશને પસંદ કરવામાં આવ્યા છે. ઋદ્ધિમાન બેનર્જી, તપોમય દેબ, ગીતા ચક્રવર્તી, અરુણાદેવ પોથુલા અને અતિશ એસ. શેટ્ટીને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ મળ્યો છે. ‘લકી ભાસ્કર માટે વેંકી એટલુરીને શ્રેષ્ઠ સંવાદ લેખક તરીકે જાહેર કરવામાં આવ્યા છે

એવોર્ડ સમારોહમાં રણદીપ હુડા એક નામ ખાસ ચર્ચામાં રહ્યું હતુ. અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ રણદીપ હૂડાએ સ્વાતંત્ર્ય વીર સાવરકર દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું અને ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.

રાષ્ટ્રપતિએ દ્રોપદ્રી મુર્મુએ કલાકારોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, જનતા કે યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સમાજ ઉપર માઠી અસર પડતી હોય એવી વસ્તુઓ કે પ્રોડક્ટસની જાહેરાત કરવાથી દિગ્ગજ અને લોકપ્રિય કલાકારોએ દૂર રહેવું જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે, સિનેમા માત્ર મનોરંજન પુરતુ સીમિત નથી પરંતુ તે દેશના નાગરિકોને જાગૃત કરવા અને સામાજિક સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું એક અતિ શક્તિશાળી માધ્યમ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ફિલ્મો હિંસાને બદલે પર્યાવરણની રક્ષાને લગતા વિષયોને આવરી લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સિનેમાં માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે સમાજનો એક અરીસો પણ છે. દેશમાં પ્રથમ વખત દિલ્લી બહાર ગુજરાતના આંગણે પ્રતિષ્ઠિત સમારોહનું ાયોજન થવુપં રાજ્ય માટે ગૌરવની વાત છે.

 

બોક્સ બનાવવું...

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હવે પ્રવાસન

સ્થળો સુધી પહોંચશે અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યક્રમોને પરંપરાગત સ્થળોથી આગળ લઈ જવા અને દેશભરના સ્થળો સાથે જોડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એકતા નગરે વિશ્વભરમાં માન્યતા મેળવી છે અને તે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઘર હોવા સાથે અત્યંત આકર્ષક સ્થળ છે. તેમણે ઉમેર્યું કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ અને દેશભરમાંથી ભારતીય ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ આવા પ્રખ્યાત પ્રવાસન સ્થળની મુલાકાત લેશે, ત્યારે તે વધુ લોકોને સ્થળ વિશે જાણવાની અને અનુભવવાની તક પૂરી પાડશે. તેમજ ફિલ્મ અને પ્રવાસનને એકસાથે લાવવાથી પ્રવાસન સ્થળને ફાયદો થશે તેમજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કોન્ફરન્સ રૂમથી આગળ વધીને દેશભરના વાસ્તવિક ભૌતિક સ્થળો સુધી પહોંચી શકશે.

 

બોક્સ બનાવવું...

 

એવોર્ડ મેળવનારી શ્રેષ્ઠ ફિલ્મો

-           બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મારણ ( હન્ટ),

-           બેસ્ટ ફિલ્મ (િહન્દી)- કાંત,

-           બેસ્ટ તેલુગુ ફિલ્મ- કમિટી કુલ્લુ,

-           બેસ્ટ તમિલ ફિલ્મ- રાયન,

-           બેસ્ટ મરાઠી ફિલ્મ- મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી,

-           બેસ્ટ ઓડિયા ફિલ્મ- લહરી,

-           બેસ્ટ મલયાલમ ફિલ્મ- ફેમિનિચી ફાતિમા,

-           બેસ્ટ કન્નડ ફિલ્મ- મિથિયા,

-           બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ- કાંત,

-           બેસ્ટ ગઢવાલી ફિલ્મ- ઢોલી,

-           બેસ્ટ બંગાળી ફિલ્મ- ચલચિત્ર એખોન,

-           બેસ્ટ આસામી ફિલ્મ- જુઈફૂલ,

-           બેસ્ટ મણિપુરી ફિલ્મ- સુનિતા

અન્ય કેટેગરીમાં એવોર્ડ

-           બેસ્ટ કોરિયોગ્રાફી સ્ત્રી 2 (આજ કી રાત) વિજય ગાંગુલી,

-           બેસ્ટ લિરિક્સ- જાને દો (મનોજ મુન્તશીર),

-           બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)

-           બેસ્ટ મેકઅપ- પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ),

-           બેસ્ટ કોસ્ટ્યુમ- પુષ્પા 2 (દીપાલી નૂર),

-           બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- કલ્કિ 2898 એડી (િનતિન ચૌધરી),

-           બેસ્ટ એડાટિંગ- માનવીર જસરોઇતિયા

-           બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન- ભૂલભૂલૈયા 3

-           બેસ્ટ ડાયલોગ રાઇટર- લકી ભાસ્કર (વેંકી), 

-           બેસ્ટ સિનેમેટોગ્રાફી- એડમોડ (લાઇફ ઇન લૂમ),

-           બેસ્ટ ફિમેલ પ્લેબેક- વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)

-           બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- સંજય મિશ્રા,

-           બેસ્ટ ડોક્યુમેન્ટરી- રામ-નામી (િહન્દી),

-           બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ- મૈં નિદા (િહન્દી),

-           બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ- કાકોરી (િહન્દી),

-           બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- રવિ રાજ મુર્મુ,

-           બેસ્ટ નોન ફીચર ફિલ્મ- ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026