• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રામજીભાઈ રૂડાભાઈ મોરીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 891મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: મીનાબેન અંતાણી તે સ્વ. કિરીટભાઇ અંતાણી (એસબીએસ)ના પત્ની, ધવલ, અંતાણી (એચ.ડી.એફ.સી. બેંક), સ્વ. દિપાલી ધીમંતભાઇ નાણાવટી, જલ્પા ભવદિપભાઇ ઓઝાના માતા, વૈશાલી અંતાણીના સાસુ, પલકના દાદી, વિધિ, કુશલ, રમ્યના નાની તથા રમેશભાઇ સુમંતરાય વૈદ્ય (મુંબઇ)ના બહેનનું તા.15 ના  અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.17નાં સાંજે 5 થી 6 અનંતજી વડનગરા નાગર બોર્ડિગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: નેહા દિવ્યેશ માણેક (ઉ.33) અને પ્રત્યુષ દિવ્યેશ માણેક (ઉ.10) તે દિવ્યેશના પત્ની અને પુત્ર અને હિઆનના માતા અને મોટાભાઇ, અશ્વિનભાઇના પુત્રવધુ  તથા પૌત્ર, જામનગર નિવાસી પ્રદીપભાઇ કરશનદાસ તન્નાના પુત્રી, હિરેનભાઇ, ચેતનભાઇના બહેન તથા ભાણેજનું અવસાન થયું છે. બન્નેની પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.17નાં સાંજે 5 થી 6 સોમનાથ મહાદેવ, રવિ રેસ્ટોરન્ટ વાળી શેરી, સિનર્જી હોસ્પિટલની પાછળ, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: હર્ષિદાબેન ટોલીયા તે સ્વ.નગીનદાસ શાંતિલાલ ટોલીયાના પત્ની, જગદીશભાઈ ગોડાના મોટા બહેન, નવનીતભાઈ, જીતેશભાઈ (કુમારભાઈ), ભારતીબેન રાજુભાઈ મહેતા, જેલાબેન દુષ્યંતભાઈ ધૂધુ, પલ્લવીબેન ગજેન્દ્રભાઈ લાઠીયા, સાધનાબેન ભરતભાઈ કોઠારીના માતા, સ્વ.ગુલાબભાઈ, કનુભાઈ, સ્વ.વજુભાઈ, અશોકભાઈ ટોલીયાના ભાભી, સ્નેહાબેન, બિનિતાબેનના સાસુ, ચિરાગ, નિકિતા હેમલકુમાર મહેતા (કેનેડા), પાર્થના દાદીનું તા.1પ ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણુ તા.17 ના સવારે 10 થી 12 છે.

ગોંડલ: મુળ ગરનાળા, હાલ ગોંડલ આણંદભાઈ હંસરાજભાઈ ભટ્ટી (નિવૃત શિક્ષક) તે કાનજીભાઈ તથા નરશીભાઈના મોટાભાઈ, સુરેશભાઈ તે અલ્પેશભાઈના પિતા, પાર્થભાઈ તથા સમરભાઈના દાદાનું તા.14 ના અવસાન થયુ છે. બેસણુ તા.17 ના ગુંદાળા ફાટક રોડ, દાદા ભગવાનનો હોલ, નક્ષત્ર એપાર્ટમેન્ટની બાજુમાં, ગોંડલ છે.

જૂનાગઢ: ભુરાભાઈ ગાંગાભાઈ ભૂતિયાના પત્ની રાજીબેન તે રમેશભાઈ, હરસુખભાઈના માતાનું તા.16 ના અવસાન થયું છે. બેસણુ તા.18 ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન “સોમનાથ’’, ગોવર્ધન પાર્ક-ર, ચાણક્ય બી, એપાર્ટમેન્ટ પાસે, દ્વારકાધીશ માર્કેટની પાછળ, જૂનાગઢ છે.

ઉના: ગોરખીયા વસુમતીબેન મનસુખલાલ (ઉં.72) તે મનસુખલાલભાઈના પત્ની, મિલનભાઈ, મહેશભાઈના માતાનું તા.16 ના અવસાન થયું છે.

જામ-ખંભાળિયા: જાણીતા એડવોકેટ જીતેન્દ્રભાઈ હિંડોચાના પત્ની તથા સ્વ.કલ્યાણજી કરસનદાસ હિંડોચાના પુત્રવધુ હર્ષિદાબેન (એડવોકેટ) (ઉં.55) તે વિનોદભાઈ, સ્વ.મહેશભાઈ હિંડોચાના નાના ભાઈના પત્ની, જલ્પેશ, હાર્દિક, યશના કાકી, કેશવલાલ પરષોત્તમ અસાવલા (જામનગર)ના પુત્રી, જેનીશાબેન અને જેશિકાબેનના માતાનું તા.16 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17 નાં બપોરે 3 થી 3:30 ભાઈઓ, બહેનો માટે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

ગોંડલ: આંબરડીવાળા ઠા.જગદીશચંદ્ર હરીલાલ જોબનપુત્રા તે મનોજભાઈ, નૈમિષભાઈના પિતા, પ્રફુલભાઈ હરીલાલ જોબનપુત્રાના મોટાભાઈ, મનમીત પ્રફુલભાઈ જોબનપુત્રાના ભાઈજી (રાજકોટ), સ્વ.મગનલાલ લીલાધરભાઈ ગોટેચાના જમાઈ, કમલેશભાઈ મગનલાલ ગોટેચાના બનેવી (રાજકોટ) નું તા.15 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.18 નાં સાંજે 4 થી 5 લોહાણા મહાજનવાડી, મહાદેવવાડી વિભાગ-ર ગોંડલમાં સસરા પક્ષની સાદડી સાથે છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ અનિલાબેન વૈકુંઠરાય આચાર્ય (ઉં.98) તે દ્વિજેનભાઈના માતા, ગાયત્રીબેનના સાસુ, રિતેશ, આરતીના દાદીનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 6 થી 6-30 ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર છે.

જામનગર: નિર્મલભાઈ કાન્તીપ્રસાદ દવે (ઉં.74) તે નયનાબેનના પતિ, યેષા, સોનમના પિતા, અક્ષય વ્યાસના સસરા, રેનવના નાના, પ્રતિમા, કોકીલા, મીનાક્ષી, મોલીના ભાઈ, ભાસ્કરભાઈ દવે, ગિરીશભાઈ શુક્લના સાળાનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

જામનગર: કવિતાબેન શાહ તે પત્રકાર કિરણભાઈ શાહના પત્ની, દર્શનના માતા, માધવીબેન, દર્શનભાઈના સાસુ, સ્વ.જાગૃતિબેન રાજેશકુમાર ખારાના ભાભી, શિવલાલ જેઠાલાલ ગાંધીના પુત્રી, જેન્તીભાઈ, ધનેશભાઈ, રાજેશભાઈ, જ્યોત્સનાબેન શાહ અને ઈન્દુબેન કામદારના બહેનનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સવારે 9 વાગ્યે ભાઈઓ, બહેનો માટે વારિયાના ડેલા ઉપાશ્રયમાં, લૌકિક વ્યવહાર બંધ છે.

જામનગર: એમ.ઈ.એસ. કોન્ટ્રાક્ટર રાજેન્દ્રપ્રસાદ ગેહલોત (ચાંદભાઈ)(ઉં.70) તે મોહનલાલ ગેહલોત (જોધપુર)ના પુત્ર, પ્રફુલ, ભાવના મેહુલ રસપુત્રાના પિતાનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 6 થી 6-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

જામનગર: સરદાર જયસિંધ આહુવાલિયા (સિનિયર ટ્રસ્ટી, ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભા)(ઉં.70) તે અમરજીતસિંધ આહુવાલિયાના પિતાનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના બપોરે 12 થી 1, ગુરૂદ્વારા સિંઘ સભા, ગુરૂદ્વારા ચોકડી, જામનગર છે.

રાજકોટ: ગુ.ક્ષ.કડિયા સ્વ.પ્રાણલાલભાઈ જાદવજીભાઈ ટાંકના પત્ની જ્યોત્સનાબેન (ઉં.85) તે ગિરિશભાઈ, નરેશભાઈ, રમેશભાઈ, સ્વ.મનોજભાઈ, ભારતીબેન જગદીશકુમાર રાઠોડના માતા, પુજાબેન, કોમલબેન, રશ્મિબેન, વિવેકભાઈના દાદી, જગદીશકુમાર કુંવરજીભાઈ રાઠોડના સાસુનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના 5 થી 6, ભાવેશ્વર મહાદેવ મંદિર, રાધેશ્યામ સોસાયટી મેઈન રોડ, બ્રહ્માણી હોલની પાછળ, રાજકોટ છે.

સાવરકુંડલા: રમેશભાઈ દામોદરદાસ માખેચા (ઉં.52) તે મીતના પિતા, હસમુખભાઈ, રાકેશભાઈના ભાઈ, પ્રફુલભાઈ જમનાદાસ વિઠલાણીના બનેવીનું તા.16ના અવસાન થયું છે. સાદડી તા.17ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન વાડી, નદી બજાર, સાવરકુંડલા છે.

બાબરા: ઠા.વસંતરાય રમણીકલાલ ભુપતાણી (ઉં.73) તે સંજયભાઈ, પંકજભાઈ, અલ્પેશભાઈના પિતા, સ્વ.ઠા.બાબુલાલ વનમાળીદાસ સાગલાણી બગસરાના જમાઈ, સ્વ.કિશોરભાઈ, અજયભાઈ રાજકોટના બનેવીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, બાબરા છે.

ઇ-પેપરના નવા શુલ્ક