• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

7 દિવસમાં હોર્મુઝ ખોલવા ઇરાન તૈયાર ! શરતો લાગુ

 -- ઇરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે પર્સિયન ગલ્ફ માંથી સૈન્ય દબાણ ઘટાડવાની કડક શરત મૂકી

 

 

નવી દિલ્હી, તા.22 મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને વિશ્વને મોટી રાહત આપી છે. ઈરાન સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટસ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને 7 દિવસમાં ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક કડક શરત મૂકી છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે ઈરાને એક એવો દાવ રમી દીધો છે, જેનાથી સમગ્ર વિશ્વ માટે આગામી 7 દિવસમાં મોટા સમચાર આવી શકે છે. વિશ્વની સૌથી સંવેદનશીલ દરિયાઈ પટ્ટી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન આગામી સાત દિવસમાં ફરીથી ખોલવા માટે રાજી થઈ ગયું છેજેને પગલે ક્રૂડ ઓઇલનાં ભાવમાં કડાકો બોલી ગયો હતો.

તેહરાને તેના બદલામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક એવી કડક શરત મૂકી છે, જેનાથી વાશિંગ્ટનમાં હોબાળો મચી ગયો છે. હવે ટ્રમ્પ પાસે એક રસ્તો બચ્યો છે.

ઈરાનના અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપ્યો છે કે, તેમનો દેશ વાટાઘાટોના રસ્તા બંધ કરવાના મૂડમાં નથી, પરંતુ સાથે તેમણે અમેરિકાને વાતનો અહેસાસ પણ કરાવી દીધો છે કે તાળી એક હાથે વાગતી નથી. ઈરાનનું માનવું છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી વહીવટીતંત્ર જે પ્રકારનું આક્રમક વલણ અપનાવી રહ્યું છે, તેનાથી શંતિના કોઈ પ્રયાસો સફળ થઈ શકે નહીં. જો અમેરિકા ખરેખર આંતરરાષ્ટ્રીય સંકટનો ઉકેલ ઈચ્છતું હોય તો તેણે માત્ર વાતો કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર પોતાની ગંભીરતા અને કટિબદ્ધતા સાબિત કરવી પડશે.

હવે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે, ઈરાનની કઈ શરત છે, જેણે વાશિંગ્ટનથી લઈને તેલ બજારો સુધી હલચલ મચાવી દીધી છે? ખરેખર, ઈરાનની મુખ્ય અને કડક માગ છે કે, અમેરિકા પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) અને તેની આસપાસના વિસ્તારોમાંથી પોતાનું સૈન્ય દબાણ તુરંત ઘટાડે.

અમેરિકાએ જે રીતે વિસ્તારમાં પોતાની નૌકાદળ, લડાકુ વિમાનો અને ઘાતક મિસાઈલોની તૈનાતી વધારી દીધી છે, ઈરાન તેને પોતાના માથા પર લટકતી તલવાર માને છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી તેના પર સૈન્ય કાર્યવાહીનો ખતરો મંડરાતો રહેશે, ત્યાં સુધી કોઈપણ પ્રકારની શંતિ સમજૂતીનો કોઈ અર્થ રહેતો નથી. ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે શરત મૂકી છે કે, જો અમેરિકા પર્સિયન ગલ્ફમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લે છે, તો ઈરાન માત્ર સાત દિવસની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ વેપારી જહાજો અને તેલ ટેક્નરોની અવરજવર માટે સુરક્ષિત રીતે ખોલી દેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026