ફૂલછાબના
જાહેરખબર મેનેજર મનીષ જાનીના પિતાશ્રીનું દુ:ખદ અવસાન
રાજકોટ,
તા.23: રામોદ નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ પુરુષોત્તમભાઇ જાની (ઉ.91) તે સ્વ. છગનભાઇ,
સ્વ. જસવંતભાઇ, સ્વ. રસિકભાઇ, પ્રવિણભાઇ જાનીના
ભાઇ, સ્વ. હરેશભાઇ (ડીસ્ટ્રીકટ કોર્ટ), મનીષભાઇ (ફૂલછાબ જાહેરખબર મેનેજર), મીનાબેન
વિપુલભાઇ દવેના પિતા, નિકેત, સંકેતના દાદાનું તા.23ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થના
સભા તા.25ને ગુરૂવારે સાંજે 5 થી 6-30 નંદકિશોર હોલ, ગાયકવાડી, આંબલીયા હનુમાનજીના
મંદિર પાછળ, જંકશન પ્લોટ મેઇન રોડ, રાજકોટ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રાજેશભાઈ અમરચંદભાઈ સંઘવીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 871મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
જગદીશચંદ્ર રાચ્છ (ઉં.77) તે સ્વ.કાંતિલાલ રાચ્છના પુત્ર, સરલાબેનના પતિ, બીપીનભાઈના
ભાઈ, ચિરાગભાઈ (પીએફ ઓફિસ), રઘુવીરભાઈ (શ્રીરામ એન્ટરપ્રાઈઝ), નેહાબેન મનીષકુમાર કોટેચાના
પિતા, સ્વ.ભીખાભાઈ વાલજીભાઈ પલાણના જમાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.રપ
ના ગુરુવારે સાંજે પ થી 6 અલકા સોસાયટી કોમ્યુનિટી હોલ, મવડી મેઈન રોડ રાજકોટ
રાખેલ
છે.
પોરબંદર:
આદિત્યાણા ગામના ભાનુબેન હરિભાઈ જોશી (ઉ.93) તે ગિરધરભાઈ શાંતિલાલ, જયેશભાઈ, મંગુબેન,
નિમુબેન, આરતીબેનના માતાનું તા.ર1 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર6 ના 4 થી પ તેમના આદિત્યાણાના
નિવાસ સ્થાન બસ સ્ટેશનની પાસે, જૂની પોસ્ટ ઓફિસવાળી ગલીમાં છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ડો.નાનાલાલ જી. જોષીના પત્ની કમલાબેન (ઉ.97) તે લવજીભાઈ
પી. વ્યાસના પુત્રી, રજનીકાંત, સ્વ.રાજેશભાઈ તથા યોગેશભાઈના માતાનું તા.રર ના અવસાન
થયુ છે. ટેલીફોનીક બેસણુ તા.રપ ના સાંજે 4 થી પ:30 છે. મો.નં. 85111 38441, 94287
36907.
બગસરા:
શ્રીમાળી બ્રાહ્મણ હિતેષભાઈ નરેન્દ્રભાઈ ઓઝા (ઉ.48) તે કેતનભાઈ, સીમાબેનના મોટાભાઈનું
તા.ર3 ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ નાં સાંજે 4 થી 6 રાધેશ્યામ ધૂન મંડળ, તિરૂપતિનગર,
બગસરા છે.
શાપુર
(સોરઠ): દુર્લભજી (ભગવાનજી) ડાયાલાલ રૂપારેલિયાના પત્ની શારદાબેન (ઉ.83) તે અરવિંદભાઈ
(હકાભાઈ), મીનાબેન શૈલેષકુમાર કાનાબાર, દ્રષ્ટિબેન (મુની) રાજેશકુમાર મશરૂના માતાનું
તા.ર3 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.રપ ના બપોરે 4 થી પ ભાગનાથ મંદિર, બસ સ્ટેન્ડ પાસે,
શાપુર (સોરઠ) છે.
રાજકોટ:
મનોજભાઈ નાનાલાલ બદાણી (ઉ.60) (મોણીયા નિવાસી, હાલ રાજકોટ) તે ભામીનીબેનના પતિ, દર્શિત,
નિશિતાના પિતા, તાન્યાના સસરા, મહેન્દ્રભાઈ, નીતિનભાઈ, હંસાબેન, જ્યોત્સનાબેન, કિરણબેન,
બીનાબેનના ભાઈ, સ્વ.પ્રાણલાલ કરમચંદ શેઠના જમાઈ, ચંદ્રકાંતભાઈ, વિપુલભાઈ, જયશ્રીબેન,
વર્ષાબેન તથા અલ્કાબેનના બનેવીનું તા.ર0 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર6 ના સવારે 10
થી 10:30 પ્રાર્થનાસભા સવારે 10:30 થી 11:30 શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલ પાસે, ગિરિરાજ
હોસ્પિટલ અને કે.કે.વી.હોલની વચ્ચે, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ સણોસરાના હાલ રાજકોટ મગનલાલ તુલસીદાસ કોટકના પુત્ર ઈન્દુલાલ (ઉ.82) તે સ્વ.રમણીકભાઈના
નાનાભાઈ, સ્વ.ચંદુભાઈ, વિનુભાઈ, સ્વ.ભાયલાલભાઈના મોટાભાઈ, સ્વ.દમયંતીબેનના પતિ તથા
હર્ષાબેન દેવેનકુમાર રાજા (જૂનાગઢ), ચેતનભાઈ, મનીષભાઈ, રાજનભાઈના પિતા, સ્વ.અમૃતલાલ
જસરાજભાઈ ગેટેચાના જમાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી
તા.રપ નાં સાંજે પ થી 6 અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, 1પ0 ફૂટ રીંગ રોડ,
રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે, રાજકોટ છે.
રાજકોટ:
મુળ પાદરા નિવાસી હાલ રાજકોટ તેજસ શીરીષભાઈ રાણપરા (ઉ.39) તે સ્મિતના પિતાનું અવસાન
થયુ છે. ઉઠમણુ-બેસણુ, મોસાળપક્ષ સાથે તા.ર6 ના સવારે 10 થી 11:30 શ્રી ધારેશ્વર મહાદેવ
મંદિર, ભક્તિનગર સર્કલ, 80 ફુટ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ચંદ્રકાંત (ચંદુભાઈ) વસંતલાલ કોટક (ઉ.62) તે વસંતલાલ સુખલાલ કોટકના પુત્ર, ભાર્ગવ,
ડોલી તથા પુજાના પિતા, શૈલેષભાઈ, સંજયભાઈ, આરતીબેનના ભાઈ, હર્ષાબેનના પતિ, સ્વ.કેશવલાલ
ભગવાનજીભાઈ બુદ્ધદેવ (અલીયાબાળા) ના જમાઈનું તા.ર1 ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની
સાદડી તા.રપ નાં સાંજે 4:30 થી પ:30 રાતીયા હનુમાન, આમ્રપાલી સીનેમા પાછળ, રાજકોટ છે.
તાલાલા
ગિર: પરસોતમભાઈ જીવાભાઈ જેઠવાના પત્ની વિજયાબેન (ઉ.71) તે અશ્વીનભાઈ, કમલેશભાઈ, મનીષાબેનનાં
માતાનું અવસાન થયુ છે.