જામનગર:
ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ પુષ્પાબેન છોટાલાલ શુકલ (ઉ.92) તે સ્વ. છોટાલાલ શુકલના પત્ની,
યોગેશભાઇ, ગિરીશભાઇ, બિંદુબેન વિરેનભાઇ જોષી તથા ડો. વર્ષાબેન કૃષ્ણકાંત પાઠકના માતા,
નયનાબેન, ભાવનાબેનના સાસુ, વિરેનભાઇ જોષી, ડો. કૃષ્ણકાંત પાઠકના સાસુ, રાજકોટ નિવાસી
કીર્તિભાઇ લાશભંકર શુકલ, શૈલેષભાઇ, પ્રદ્યુમ્નભાઇ તથા પ્રજ્ઞાબેન સૂર્યકાંત જાની (મેતા)ના
કાકી, વિરલ શુકલ, સ્મૃતિ વિરલ શુકલ, રુદ્રેશ શુકલ તથા રૂચિતા કુન્જ રાણાના દાદીનું
તા.20ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.22નાં સાંજે 5 થી 5-30
તળાવની પાળે પાબારી હોલ ખાતે ભાઇઓ- બહેનો માટે સાથે છે.
અમરેલી: અમરેલી નિવાસી હાલ મુંબઇ મહેન્દ્રભાઇ જમનાદાસ શાહ
(ઉ.72) તે કિરીટભાઇના ભાઇનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.22નાં સાંજે 4-30 થી
6 ઓસવાળ પા મોટું ફળિયું ખતરીવાડ અમરેલીના નિવાસસ્થાને છે.
રાજકોટ:
વિજયાબેન કાંતિભાઇ પરમાર (ઉ.85) તે સ્વ. કાંતિભાઇ ત્રિભોવનભાઇ પરમારના પત્ની, હિંમતભાઇ,
હસમુખભાઇ, પ્રફૂલાબેનના માતા, ડો. વિશાલ, સાગર, જયદીપ, ધર્મદિપના દાદીનું તા.19ના અવસાન
થયું છે. બેસણું તા.22ના 4 થી 6 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી ખાતે છે.
જામનગર:
સ્વ.જવાહરલાલ (જગુભાઈ) સુંદરજી અંજારીયાના પુત્ર નિખીલભાઈ (બોબી) (ઉ.59) તે વૈશાલીબેનના
પતિ, રાહુલભાઈના પિતા, પ્રિયાબેન કક્કડના ભાઈ, રાજેશભાઈ કક્કડ (એડવોકેટ, અમદાવાદ)ના
સાળા, હર્ષેશભાઈ કક્કડ (એડવોકેટ, અમદાવાદ)ના મામા, સ્વ.ધીરજલાલ જમનાદાસ સીમરીયા (વેરાવળ)ના
જમાઈ, નરેન્દ્રભાઈ, મહેશભાઈ, અતુલભાઈ સીમરીયાના બનેવીનું તા.ર0 નાં અવસાન થયુ છે. અંતિમ
યાત્રા તા.ર1 ને રવિવારે સવારે 9 કલાકે ઋત્વી વિહાર એપાર્ટમેન્ટ, સ્વસ્તિક સોસાયટી,
સદગુરૂ કોલોની રોડ, જામનગર ખાતેથી નિકળશે. બેસણુ તા.રર નાં સાંજે 4:30 થી પ ગીતામંદિર,
અંબાવિજય સોસાયટી, જામનગર છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જૂનાગઢ:
પરજીયા પટ્ટણી સોની રાણપુરવાળા હાલ જૂનાગઢ સ્વ.ભુપતભાઈ ભગવાનજીભાઈ ધકાણના પત્ની પુષ્પાબેન
(ઉ.વ.78) તે દીલીપભાઈ, પરેશભાઈ અને માયાબેન
કનૈયાલાલ ધાણક (બગડુવાળા), દીનાબેન પરેશકુમાર જગડા (અમદાવાદ)ના માતા ભુમિબેન, સુજાતાનાં
સાસુ, રૂતવીબેન, યાનાબેન, અંશનાં દાદી, મુકંદભાઈના ભાભી, સ્વ.નાનાલાલ વિઠ્ઠલદાસ ઘોરડા
(બગસરાવાળા) ના દીકરીનું તા.19ના અવસાન થયુ છે. બેસણુ તા.રરનાં સાંજે 4 થી 6, ભૂતનાથ
મંદિરમાં, કોલેજ રોડ, જૂનાગઢ છે.
ઉપલેટા:
લેઉવા પટેલ ગોવિંદભાઈ હરદાસભાઈ ઠેસીયા (ઉં.76) તે લક્ષ્મીબેનના પીત, મૂળજીભાઈ, લખમણભાઈ,
કાનજીભાઈના ભાઈ, રાજેશભાઈ, અલ્પાબેન, ચેતનાબેન, શીતલબેન, સ્વ.ક્રિષ્નાબેન, આરતીબેન,
જલ્પાબેનના પિતાનું તા.19ના અવસાન થયુ છે. બેસણુ તા.રર નાં સવારે 8 થી 10 લેઉવા પટેલ
સમાજ વાડોદર છે. તા.રર નાં બપોરે 4 થી 6 લેઉવા પટેલ સમાજ, શહીદ અર્જુન રોડ, ઉપલેટા
છે.
રાજકોટ:
અમરેલી-ચિત્તલના જાણીતા ઉદ્ઘોષક, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પૂર્વ મેનેજીંગ
ટ્રસ્ટી, અમરેલીના એસટી ડીવીઝનના નિવૃત્ત કર્મચારી શરદભાઈ કાંતીલાલ વ્યાસ અને જટાશંકર
કાંતીલાલ વ્યાસ, સ્વ.જગન્નાથભાઈ કાંતીલાલ વ્યાસના જમાઈ પ્રિતેશભાઈ ચંદ્રભાઈ જોશી (ઉ.40)
તે દીપમાલાબેન જોશી-વ્યાસના પતિ, કૌશીક શરદભાઈ વ્યાસ (મેનેજર કોર્પોરેટ અફેર્સ રીલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝ લી. ન્યુ દિલ્હી)ના બનેવીનું તા.19 ના અવસાન થયુ છે. બેસણુ તા.રર ને સોમવારે
સાંજે 4 થી 6 બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, સત્સંગ હોલ, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી છે.
(મો.નં. 99988 20060, 97370 40064).
પોરબંદર:
સારસ્વત બ્રાહ્મણ અશોકભાઈ ભાઈશંકરભાઈ બલભદ્ર (ઉ.59) (અખબારી એજન્ટ) તે સ્વ.ભાઈશંકરભાઈ
રવજીભાઈ બલભદ્રના પુત્ર, મિતાબેનના પતિ, નિલેશભાઈ, નવનીતભાઈ તથા સુનિતાબેન (મધુબેન)
જોષી (રાજકોટ)ના ભાઈ, ચાર્સીબેન (મુંબઈ) ના કાકા, ઉદિતભાઈ અને કીંજલબેનના અદા, કુતિયાણાવાળા
સ્વ.જયંતીલાલ રત્નેશ્વરના જમાઈ, પ્રવીણભાઈ અને ભરતભાઈના બનેવીનું તા.19 ના અવસાન થયુ
છે.
વિસાવદર:
જેતલવડ નિવાસી મહેતા રાજેશભાઈ લક્ષ્મીશંકરભાઈ તે જયસુખભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, અરૂણભાઈના
નાનાભાઈનું તા.19 ના અવસાન થયુ છે.
ભાવનગર:
મર્હુમ ભીખુમીયા ભુરામીયા સૈયદના પત્ની નુરૂમા (ઉ.85) તે સૈયદ સલીમબાપુ (એલ.આઈ.સી),
સૈયદ ફિરોઝબાપુ (એકાઉન્ટન્ટ) ના માતા, અયાનઅલી, અમાનઅલી, સીઝાનઅલી, અમાનતઅલીના દાદીમા,
સૈયદ જાહીદભાઈ (રાજકોટ), શેખ આરીફભાઈ (ભાવનગર)ના સાસુ, સૈયદ પીરભાઈ સરદારભાઈ, ઉસ્માનભાઈ
સરદારભાઈ, હાજીઅકબરભાઈ સરદારભાઈ, હુસેનભાઈ સરદારભાઈ (મહુવા)ના મોટાબેનનું તા.ર0 ના
અવસાન થયુ છે. જીયારત તા.રર નાં સવારે 8:30 કલાકે ભાઈઓ માટે હનફીયા મસ્જીદ બાપેસરા,
બહેનો માટે જીયારત સવારે 10 કલાકે બાપેસરા સિપાઈ જમાતખાના હોલ નીચેના વિભાગમાં છે.
હિન્દુ ભાઈઓ માટેનું બેસણુ તા.રર નાં સાંજે 4 થી 6 બાપેસરા સિપાઈ જમાતખાના હોલ ઉપરના
વિભાગમાં, દરબારી કોઠારની પાછળ, ભાવનગર છે.