• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ:  પ્રમોદભાઇ વનમાળીદાસ જસાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 810 ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન શશીકાંતભાઇ પોપટના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા: મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: રાજકોટ નિવાસી પલ્લવીબહેન શેઠના પતિ તથા રાજેશ અને આશાના પિતા, નલીનકાંત મગનલાલ શેઠ (ઉ.90)નું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.19ને ગુરૂવારે સવારે 9 થી 11 રોયલ પાર્ક ઉપાશ્રય, શેરી નં.8, રોયલ પાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલી:  લાપાળીયા નિવાસી સાઠોદરા નાગર બ્રાહ્મણ લાભુબેન જોશી (ઉ.80) તે દિનકરરાય ભાઇલાલભાઇ જોષીના પત્ની, સ્વ. ઇન્દુભાઇ (અમરેલી), સ્વ. રમેશભાઇ (ગાંધીનગર)ના ભાભી તથા ભીખુભાઇ પંડયા (નાની વડાળ, હાલ અમરેલી)ના બેન, પારસભાઇના માતુશ્રી, કનુભાઇ, કપિલભાઇના માસી તથા રુદ્રદત્તભાઇના ભાભુનું અવસાન થયું છે. બેસણુ: તા.19ને ગુરૂવારે સાંજના 4 થી 6  જલારામનગર-1, શેરી નં.2, મારૂતિ કિરાણા સ્ટોરવાળી ગલી, અમરેલી ખાતે રાખેલ છે.

જામનગર: નટવરલાલ અમરદાસ નિમાવત (ઉ.85) તે શૈલેષભાઇ તથા પાર્થભાઇના પિતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ને ગુરૂવારે સાંજે 5 થી 6 રામેશ્વર મંદિર, રામેશ્વરનગર, જામનગર ખાતે છે.

રાજકોટ: એચ.એલ. ફુલાણી એન્ડ કંપની તથા ફુલાણી એન્ડ કુલાણી એસોસીએટસના ફાઉન્ડર હિરાલાલ (હરીશભાઇ), લધુભાઇ ફુલાણી (ઉ.78) તે શૈલેશભાઇ હિરાલાલ ફુલાણીના પિતા, અક્ષતભાઇ શૈલેષભાઇ ફુલાણીના દાદાનું તા.16ને સોમવારે અવસાન થયું છે.

રાજકોટ: મુકેશભાઇ (ભાયલાલભાઇ) વિઠ્ઠલદાસ લાઠીગરા (ઉ.78) તે મનીષભાઇ, રૂપલબેન, હેમાબેન, નીશાબેનના પિતા, હેમીલભાઇ, ખુશ્બુબેન, અર્પીતાબેનના દાદા તેમજ ત્રિભોવનદાસ દુર્લભજીભાઇ રાજપરા (વેરાવળ)ના જમાઇનું તા.16ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.19ને ગુરૂવારે બપોરે 3-30 થી 5-30 શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ મુકામે છે.

સોનગઢ: આનંદબા (ઉ.76) તે સ્વ. ગોહિલ લધુભા (બાબુભા), મનુભાનાં પત્ની, ઘનશ્યામસિંહના માતા, પોપટભાના નાનાભાઇનાં પત્ની,  બહાદુરસિંહ, રણજીતસિંહ, પ્રદિપસિંહના કાકી, વિશ્વરાજસિંહ, ઋષિરાજસિંહ, કૃષ્ણદતસિંહ, દિવ્યરાજસિંહ, ધૃવરાજસિંહના દાદી, સ્વ. ભુરૂભાના ભાભી, સ્વ. ટેમુભા, અનિરૂધ્ધસિંહના ભાભુ, રાજદિપસિંહ, દક્ષરાજસિંહ દિવ્યરાજસિંહના દાદીનું તા.15ના અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા.23ને સોમવારે તેમના નિવાસસ્થાને સોનગઢ મુકામે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક