રાજકોટ:
સુરેશભાઇ અમૃતલાલ ડોડિયા (ઉં.77) તે જીતેન્દ્રભાઇ, આશિષભાઇ તથા અંજનાબેન અનિલકુમાર
ઉમરાણીયાના પિતા, સ્વ. અનિલકુમાર રામજીભાઇ ઉમરાણીયાના સસરા, ડોડિયા જીલભાઇ, જીતેન્દ્રભાઇના
દાદાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારથી 9થી 10-30 ધારેશ્વર મંદિર, ભક્તિનગર
સર્કલ, રાજકોટ છે.
જામનગર:
સ્વ.મનસુખલાલ મૂળજીભાઈ ભારદિયા (મોટી ખાવડીવાળા)ના પુત્ર પ્રમોદભાઈ (ઉં.63) તે કિશોરભાઈના
નાનાભાઈ, નીતિનભાઈ, નયનાબેન, કિરણબેન તથા રેખાબેનના મોટાભાઈ, દામજીભાઈ મૂળજીભાઈના ભત્રીજાનું
તા.14ના અવસાન થયું છે. બેસણુ તા.16નાં સાંજે 4.30થી પ વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર
ટાવર પાસે, જામનગર છે.
રાજકોટ:
સ્વ.કાંતિલાલ હરિલાલ રાણપરાના પત્ની પ્રફુલ્લાબેન તે ભૂપેન્દ્રભાઈ, હિતેષભાઈ, રોહિતભાઈ,
શૈલેષભાઈ તથા મીનાબેન પ્રફુલ્લકુમાર પાટડિયાના માતા, કિરીટભાઈના ભાભીનું તા.14ના અવસાન
થયું છે. બેસણું તા.16ના સવારે 10.30થી 1ર ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજની વાડી,
યુનિટ નં.1 ખીજડા શેરી ખાતે છે.
રાજકોટ:
સોની જેચંદભાઈ ત્રિભોવનદાસ રાણપરાના પુત્ર હરિકૃષ્ણભાઈ (ઉ.પ7) તે સોની ચંદુલાલ શિવલાલ
પારેખ (િજલરીયાવાળા) હાલ રાજકોટના જમાઈ, પ્રદીપભાઈ, વિનુભાઈના બનેવી, કીર્તનના પિતા,
દર્શના દાદાનું તા.13ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.16ના સવારે 10 થી
11.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ, પલંગ ચોક, સોરઠિયાવાડી સર્કલ, રાજકોટ છે.
રાજકોટ:
ઈચ્છાશંકર વજેશંકર ભટ્ટ (ઉ.8પ) તે રાજેશભાઈ, દિપેનભાઈ, સંજયભાઈના પિતા, રક્ષિત, દર્શીતના
દાદાનું તા.14ના અવસાન થયુ છે. બેસણુ તા.16ના સાંજે 4 થી 6 દીપેન આઈ. ભટ્ટ, સ્પીડ વેલ
પાર્ટી પ્લોટ પાછળ, જીવરાજ પાર્ક-1 ગેટની સામે, ભીમરાવ નગર (નાના મૌવા), શુકન હોમ સી/101
રાજકોટ છે.
કોડીનાર:
મૂળ કોડીનાર નિવાસી હાલ સુરત સ્વ.મુકેશભાઈ બચુભાઈ સૂબા (ઉં.61) તે જેન્તીભાઈ, બાબુભાઈ,
શાંતિભાઈ, સ્વ.મનુભાઈ તથા શૈલેષભાઈના ભાઈ, શ્રદ્ધા કલ્પેશભાઈ લખાણી (કોડીનાર), મોનિકાબેન
વિજયભાઈ વાઘાણી (સુરત) અને રિદ્ધિબેનના પિતા, ચંદ્રકાંતભાઈ, રજનીકાંતભાઈ અને દિલીપભાઈ
માલવી (બુરહાનપુર)ના બનેવી, દર્શિત, મયંક, ભાર્ગવ, આનંદ, દક્ષ, તેજસના કાકાનું અવસાન
થયું છે.
સાવરકુંડલા:
બાબુભાઈ રણછોડભાઈ હીરપરા તે મહેશભાઈ તથા ડો.શ્રેય હીરપરાના પિતાનું તા.1રના અવસાન થયુ
છે. બેસણુ તા.16ના સવારે 8 થી બપારેના 1 તેમના નિવાસ સ્થાને મુ. ચરખડીયા ખાતે છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણિક તારામતી શાંતિલાલ પારેખ (ઉ.86) તે સ્વ.શાંતિલાલ પ્રેમચંદ પારેખના
પત્ની, ઓધવજી નાનજી કુરાણીના પુત્રી, પલ્લવીબેન રાજેન્દ્રકુમાર માંડવિયા, કૌમુદીબેન
અરૂણકુમાર માધાણી, વંદનાબેન જતીનકુમાર જનાણીના માતા, હર્ષ, રીશીતા, માધુરી, શ્રદ્ધા,
યશ તથા દૈવિકના નાનીમા તથા હીરલના દાદીનું તા.13ના અવસાન થયુ છે. સાદડી તા.16ના બપોરે
4.30 થી પ.30 કષ્ટભંજન મહાદેવ મંદિર, સીચાઈનગર એરપોર્ટ રોડ, રાજકોટ છે.
જામનગર:
કાંતિલાલ શામજીભાઈ મચ્છરના પત્ની કાંતાબેન તે મધુસુદનભાઈ, હરીશભાઈ, નરેન્દ્રભાઈ, અરૂણભાઈ,
જ્યોત્સનાબેન હરકિશન કાટબામણા, રશ્મિ ચેતનકુમાર સીમરીયાના માતાનું તા.13ના અવસાન થયુ
છે. બેસણુ તા.16ના સાંજે 4.30 થી પ ભાઈઓ, બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી,
ખંભાળીયા નાકા બહાર, જામનગર છે.
જામનગર:
(મતવાવાળા) મોઢ વણિક જ્ઞાતિના હરીશભાઈ રમણીકલાલ મહેતાના પુત્ર પ્રતિક તે હેમતભાઈ (િબ્રજેશ
ઈલેકટ્રોપ્લેટર્સ), મહેશભાઈ, બિમલભાઈ (શ્યામ ટ્રેડર્સ)ના ભત્રીજાનું તા.13ના અવસાન
થયું છે.
જામનગર:
સ્વ.શ્રેણિકભાઈ મહાસુખભાઈ ઉદાણીના પત્ની ભાનુબેન ઉદાણી (ઉ.83) તે સ્વ.ભામાશા દેવાનુંપ્રિયા,
કેતનભાઈ પારેખ, પ્રિયદર્શનીબેન કિર્તીભાઈ ગાંઠાણી, મનિષા મનિષભાઈના માતા, સ્વ.હકમીચંદ
વલમજી મહેતાના પુત્રી, સ્વ.યશસ્વીભાઈ, સ્વ.શ્રીદેવીબેન, સ્વ.લવભાઈ, સ્વ.કુશભાઈ, સ્વ.કાર્ણિકભાઈ
તથા અસ્મીતાબેનના ભાભી, કલ્યાણી હેનીલ પટવાના દાદીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.16ના સવારે 10.30 કલાકે કામદારવાડી, જામનગર છે.
રાજકોટ:
ગોંડલના વેકરી મુકામે રહેતા બાબાબા દિલુભા ચુડાસમા (ઉં.8પ) તેઓ ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ
અને હર્ષદસિંહ (પીએસઆઈ રાજકોટ રૂરલ રીડર બ્રાંચ)ના માતા, ધ્રુવરાજસિંહ હર્ષદસિંહ ચુડાસમા,
ઓમદેવસિંહ અરવિંદસિંહ ચુડાસમાના દાદીનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તેમના નિવાસ સ્થાન
વેકરી તા.ગોંડલ ખાતે સોમવારે તા.16ના બપોરે 3 થી 6 રાખેલ છે.
રાજકોટ:
રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના હિંમતલાલ
મોહનલાલ ધામેચાના પુત્ર જયેશભાઇ (ઉ.53) તે કૌશિકભાઇ (આરએમસી), ઉમેદભાઇના ભાઇ,
ડેનિશા ચિરાગ પરમાર (અરણીયારા), ભદ્રેશના પિતા, ભૌમિક, જયના કાકા, સ્વ. રમણીકલાલ લીલાધરભાઇ
પીઠડીયાના જમાઇનું તા.12ના અવસાન થયું છે. તા.16ના 4 થી 5 સસરા પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિની વાડી, રામનાથપરા મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
નટવરલાલ ભાણજીભાઇ નંદાણી (િનવૃત્ત કલેકટર કચેરી)ની પુત્રી, મૃદુલાબેન (ઉ.81) (િનવૃત્ત
સ્પેશ્યલ સ્કૂલ બોયઝ) તે સ્વ. ઘનશ્યામભાઇ, શશીકાંતભાઇ તથા ઇલાબેન સવાણીના બેન, કૃણાલ
સવાણીના માસીનું તા.14ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.16ના સાંજે 5 થી 6,
2/5 મારૂતિનગર, “અંકુર”, જુનું એરપોર્ટ રોડ, રાજકોટ મો.નં. 90540 46275/ 75740
46275.
જોડિયા:
કેશિયા નિવાસી સ્વ. જશુબેન ધીરજલાલ લીંબાણી (વાણંદ) તે જગદીશભાઇ, રાજેશભાઇના માતા,
શન્નીભાઇ, ભાવિનભાઇ (એડવોકેટ)ના દાદાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના બપોરે
3 થી 6 તેમના નિવાસસ્થાન કેશિયા છે.
અમરેલી:
કિર્તીદાબેન કનકચંદ્ર ત્રિવેદી (ઉ.70) તે સ્વ. કનકચંદ્ર ત્રિવેદીના પત્ની, દિપેન, જીગરના
માતા, બગસરા નિવાસી સ્વ. રમણીકલાલ આણંદજીભાઇની પુત્રી, સ્વ. પ્રકાશભાઇ, સ્વ. જગદીશભાઇ,
રાજુભાઇ, દીપકભાઇ, જયેશભાઇ, કિરીટભાઇના બહેનનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના
4 થી 6 બગસરા મુકામે રત્નેશ્વર મહાદેવના મંદિર છે.
મોરબી:
મોહનભાઇ પીતાંબરભાઇ કંઝારીયા (ઉ.91) તે ડો. લખમણભાઇ (પ્રમુખ સતવારા નવગામ જ્ઞાતિ, મોરબી),
ખીમજીભાઇ આંબાલાલ (માજી સરપંચ), છગનભાઇ, શાંતીલાલ, રજનીકાંત (િશક્ષક)ના પિતાનું તા.11ના
અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4 થી 6 ત્રિલોકધામ મંદિર, કુબેરનગર નવલખી રોડ,
મોરબી છે.