બામણવાડાના
સેવાકર્મીએ ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભર્યું
કુકસવાડા:
માંગરોળ તાલુકાના બામણવાડા ગામના વતની અને
હાલ ઉના કર્મભૂમિ, ઋષિતોયા સોસાયટી, સોમનાથબાગની પાછળની શેરીમાં રહેતા ખીમાણંદભાઈ નારણભાઈ
રામે તેમના જન્મદિવસે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલ છે. ખીમાણંદભાઈ રામે મૃત્યુ બાદ
પોતાના ચક્ષુ થકી અન્ય દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાય તે હેતુથી પોતાના જન્મદિવસે
ચક્ષુદાન માટેનો સંકલ્પ માટે નાથાભાઈ નંદાણિયા શિવમ ચક્ષુદાન-આરેણા ટીમને જાણ કરી હતી.
તેમનું ચક્ષુદાન સંકલ્પ પત્ર અર્જુનભાઈ સોલંકી દ્વારા ભરવામાં આવ્યું છે.
પોરબંદર:
રણછોડદાસ (રાજેન્દ્રભાઈ) રઘુવીરદાસ રામાવત તે મીરાબેનના પતિ, મનીષભાઈ, ડોક્ટર રાજર્ષિભાઈ,
ડોક્ટર દેવશ્રીભાઈ, ડોક્ટર અલ્પાબેનના પિતા, હેત, જન્મેજય, રિદ્ધિ, ધ્રુવીના દાદા,
રાધિકાબેન, સંગીતાબેન, નેહલબેન અને ડોક્ટર જયેશભાઈ રામાવતના સસરા તથા ભક્તિ અને ધર્મના
નાનાનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના 4 થી 5, તેમના સુદામા મંદિરના
નિવાસ સ્થાને, સભા મંડપમાં છે.
કોડીનાર:
હરેશભાઈ કેશવભાઈ સવનિયા (રસોયા) જગદીશ ફરસાણવાળા (ઉં.57) તે જેરામભાઈ અને ડાયાભાઈના
ભત્રીજા, પ્રેમજીભાઈ, દિનેશભાઈ, દીપકભાઈ અને રમેશભાઈના ભાઈ, ભાવિકભાઈ, રાજભાઈના પિતા,
રિપલભાઈના કાકાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સવારે 9થી 5, પંચવટી સોસાયટી,
રાબડિયા પ્લોટ, કોડીનાર છે.
ભાણવડ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કનૈયાલાલ જમનાદાસ મહેતા (ઉં.82) તે રશ્મિનભાઈ, ધર્મેશભાઈ,
ગીતાબેન કિશોરકુમાર ભટ્ટ, કિર્તીબેન રાજેશકુમાર વ્યાસના પિતાનું તા.14ના અવસાન થયું
છે. બેસણું તા.16ના 4થી 4-30, સુખનાથ મહાદેવ મંદિર, ઠે.બાયપાસ રોડ પર છે.
ગોંડલ:
મધુબેન રમેશભાઈ પૈજા (વ્યાસ) તે ગોંડલ નિવાસી રમેશભાઈ શિવલાલભાઈ પૈજાનાં પત્ની, રાકેશભાઈ,
જયદીપભાઈ, હિરેનભાઈનાં માતાનું ગોંડલ મુકામે અવસાન થયું છે. બેસણું તા.19ના બપોરે
3થી 6, માલવીયાનગર, પાણીના ટાંકા પાસે, જેતપુર રોડ, ગોંડલ છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક દમયંતીબેન મહેતા (ઉં.84) તે સ્વ.સુરેશભાઈ પ્રભુદાસભાઈ મહેતાનાં પત્ની,
સ્વ.વસંતભાઈ મોહનભાઈ કોઠારીનાં પુત્રી, સ્વ.જવેરચંદ અને કિશોરભાઈનાં ભાભી, રાજેશભાઈ,
મીતાબેન વિપુલભાઈ શાહનાં માતા, આકાશનાં દાદી, કેયુરી અને યશેશનાં નાનીનું તા.14ના અવસાન
થયું છે. ટેલિફોનિક બેસણું તા.16ના સાંજે 4થી 6, લૌકિક ક્રિયા બંધ છે. મો.નં.96645
07064, 63549 77056
જૂનાગઢ:
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર પાલા લાખણોત્રા અને રામશીભાઈનાં માતા કુંવરબેન
હમીરભાઈ લાખણોત્રાનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સવારે 10થી સાંજે
6 તેમનાં નિવાસસ્થાન, મુ.કોઠારી, તા.ઉના ખાતે, તા.19ના સાંજે 4થી 6, બિલનાથ મહાદેવ
મંદિર, જૂનાગઢ છે.
વીજપડી:
ભીખાલાલ જગજીવનભાઈ નગદિયા તે સ્વ.જયંતીભાઈ, ત્રંબકભાઈ, પ્રકાશભાઈ નગદિયાના મોટાભાઈ,
જયશ્રીબેન ભૂપેન્દ્રભાઈ ઠક્કર, આરતીબેન હિતેશભાઈ શિંગાળા, રીનાબેન સંજયકુમાર તન્ના,
તુષારભાઈ નગદિયાના પિતા, નિશાબેનના સસરા, વિશેષના દાદા, રામજીભાઈ કલ્યાણજીભાઈ ચંદારાણા
(ચલાળા)ના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 3-30થી 5-30, આહિર
સમાજની વાડી, નવરાત્રી ચોક, વીજપડી છે.
જામનગર:
સ્વ. દેવચંદભાઈ પ્રેમજીભાઈ રાધનપુરાના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં.92) તે સ્વ.મનસુખભાઈ,
સ્વ.વલ્લભભાઈ, મહેશભાઈના મોટાભાઈ, સ્વ.જયપ્રકાશભાઈ, દીપકભાઈ, શોભનાબેન, હેમાબેન, ચારૂબેનના
પિતા, હિતેનભાઈ, હર્ષભાઈ, હેતલબેન, રિદ્ધિબેનના દાદા, મણીલાલ હઠીસંગ દોશીના જમાઈનું
તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6, ગીતામંદિર, મહાવીર સોસાયટી, શરૂ
સેક્શન રોડ, જામનગર છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સાવરકુંડલા:
કમળાબેન વલ્લભભાઈ મકવાણા (ઉં.84) તે દીપકભાઈ, પ્રભુભાઈ, ભરતભાઈનાં માતાનું તા.14ના
અવસાન થયું છે. સાદડી તા.16ના સાંજે 4થી 6, વલ્લભભાઈ ત્રિકમભાઈ મકવાણા, રામેશ્વર, નંદીગ્રામ
સોસાયટી મેઇન, જેસર રોડ,
સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
જનકબા બળવંતસિંહ રાઠોડ (ઉં.66) તે રઘુવીરસિંહનાં માતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું
તા.16ના સવારે 10થી સાંજે 6, હોથીભાઈની શેરી, નિલકંઠ, સાવરકુંડલા છે.
રાજકોટ:
મૂળ કુતિયાણા હાલ રાજકોટ નિવાસી સ્વ.મુકેશભાઈ વ્રજલાલ લખલાણી (ઉં.54) તે સ્વ.(ટપુભાઈ
ચકીવાળા) વ્રજલાલ લખલાણીના પુત્ર, રમેશભાઈ, બળવંતભાઈ, મધુબેન, ઈલાબેનના ભાઈ, સંજયભાઈ,
કેતનભાઈ, પ્રકાશભાઈ, કમલેશભાઈ, ભાવનાબેન, હાર્દિકભાઈના કાકાનું તા.13ના અવસાન થયું
છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, શાત્રીનગર શેરી નં.6, શક્તિ કૃપા, 150 ફૂટ રિંગ રોડ,
શીતલ પાર્ક ચોકડી, રાજકોટ છે.
જૂનાગઢ:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ડો.કનૈયાલાલ જાદવજીભાઈ ભટ્ટ (િવસાવદર) હાલ જૂનાગઢ તે રાજીવભાઈ,
જસ્મીનભાઈ, હેમાબેન ભટ્ટ, ચારૂલબેન મહેતાના પિતા, જ્યોતિબેન, કાજલબેન, રાઘવજીભાઈ મહેતાના
સસરાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30થી 6, જાગનાથ મહાદેવ મંદિર,
જલારામ સોસાયટી, તળાવ દરવાજા, જૂનાગઢ છે.