ચક્ષુદાન
રાજકોટ:
ચુનીભાઈ મોહનભાઈ ભારદીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 714મું ચક્ષુદાન થયેલ છે.
ચક્ષુદાન
પોરબંદર:
લલિતાબેન ધીરજલાલ લાખાણી (ઉં.75) તે સ્વ.ધીરજલાલ શામજીભાઈ લાખાણીના પત્ની, ભૌમિકભાઈ,
દીપાલીબેન બીરેનભાઈ દાસાણીના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર
પક્ષની સાદડી તા.4ના બપોરે 3-30થી 4 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ
ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે. સદ્ગતના ચક્ષુનું દાન કરાયું છે.
રાજકોટ:
ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ દિનેશચંદ્ર ત્રિવેદી
(પીઠડીયાવાળા) (ઉ.82) તે સ્વ.ચંદ્રશંકર તથા અરવિંદભાઈના ભાઈ, પરેશભાઈ, હરેશભાઈ, જયશ્રીબેન
સંજયભાઈ ત્રિવેદી (રાજકોટ), હર્ષાબેન દિવ્યેશભાઈ જાની (મોરબી)ના પિતાશ્રી, સોહમ, સ્મીત,
એકતા, ફોરમના દાદા, સ્વ.જેન્તીલાલ અંબાશંકર ભટ્ટ ધ્રોલવાળાના જમાઈ અને ગજેન્દ્રભાઈ
(અમદાવાદ)ના બનેવીનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષનું બેસણું તા.4ના
સાંજે 4-30 થી 5-30, કલ્યાણજીભાઈ નરસીભાઈ જાની, જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક, રૈયા રોડ,
રાજકોટ છે.
રાજકોટ:
ધીરજલાલ રતનશીભાઈ રાયઠઠ્ઠા (ઉ.82) મુળ ઉદેપુર હાલ રાજકોટ તે સ્વ.રેખાબેનના પતિ, મનોજભાઈ,
હેમલભાઈના પિતાશ્રી, ગીતાબેન, મીરાબેનના સસરા, સીમોન, ખંજન અને આર્યનના દાદા, સ્વ.રામજીભાઈ
(જૂનાગઢ), સ્વ.મનસુખભાઈ (ગાંધીધામ), સ્વ.જેન્તીભાઈ (ફલ્લા), સ્વ.નર્મદાબેન (લંડન),
સ્વ.રમાબેન (જામખંભાળીયા), સ્વ.જસવંતીબેન (જેતપુર), સ્વ.તારાબેન (નર્માળા)ના ભાઈ તથા
સ્વ.નારણભાઈ, તુલસીભાઈ દાવડાના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના બપોરે
4 થી 5, સસરા પક્ષની સાદડી સાથે અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા રેસીડેન્સી, નેત્રદીપ
હોસ્પિટલવાળી શેરી, ઓસ્કાર સ્કાય પાર્કના ગેઈટ પાસે, અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ,
રાજકોટ છે.
રાજકોટ:
કરશનદાસ લાલજી રાબડીયા (ઉ.93)નું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના 5 થી 6 , કેશવજી
એ.લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, લોબી નંબર-1 મુકામે, જામનગર ભાઈઓ, બહેનો માટે છે.
સાવરકુંડલા:
જયંતિભાઈ મુળજીભાઈ પાલા તે દેવેન્દ્રભાઈ, મનસુખભાઈના ભાઈ, રવિના પિતાશ્રીનું તા.2ના
અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, સંધિ ચોક, ગુજ્જર સુથાર વાડી, સાવરકુંડલા
છે.
રાજકોટ:
વેકરીવાળા હાલ મુંબઈ ચંપકભાઈ ચત્રભુજ શેઠ (ઉ.92) તે ચત્રભુજન નરભેરામ શેઠના પુત્ર,
સ્વ.ઈંદીરાબેનના પતિ, સ્વ.ખોડીદાસભાઈ કામાણીના જમાઈ, લતાબેન રાજેશભાઈ બખાઈના પિતાશ્રી,
સ્વ.કાંતિભાઈ શેઠ, સ્વ.કંચનબેન કામાણી, સ્વ.મંગલાબેન અજમેરાના ભાઈ, ભાવના પ્રકાશ, પ્રિતી
સુનીલ, રીમા અલ્કેશના કાકાનું તા.2ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ફાલ્ગુની બિપીનચંદ્ર પાટડિયા (ઉં.31) તે બિપીનચંદ્ર ચુનીલાલ પાટડીયા (લુણસરવાળા)ના
દીકરી, દર્શન પ્રતાપ રાજકુમાર, બીંદિયાબેન ભરતકુમાર પારેખ (મોરબી)ના નાના બહેન, સોમચંદભાઈ,
હસુભાઈ, સુરેશભાઈ મંગળજીભાઈ આડેસરા (કોંઢવાળા)ના ભાણેજનું તા.3ના અવસાન થયું છે. બેસણું
તા.4ના સાંજે 4થી 5, ઝાલાવાડી સોની સમાજની વાડી, યુનિટ નં.3, શ્રી વાઘેશ્વરી માતાજીનું
મંદિર, રામનાથપરા, ગરબી ચોક, રાજકોટ છે. બન્ને પક્ષનું બેસણું સાથે છે.