• શનિવાર, 27 જુલાઈ, 2024

ગાઝામાં 24 કલાકમાં 178થી વધુ મૃત્યુ

અમેરિકામાં પેલેસ્ટાઈન સમર્થકે જાતને આગ ચાંપી આત્મહત્યા કરી

અલ-અહલી હોસ્પિટલમાં ‘હોરર ફિલ્મ’ જેવી સ્થિતિ છે : યુનો

તેલ અવીવ, તા. 2 : સાત દિવસની શાંતિ બાદ ફરી યુદ્ધ શરૂ થતાં અજંપાભર્યા 24 કલાકમાં ગાઝામાં 178થી વધુ મોત થઈ ચૂક્યાં છે. દરમ્યાન, ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે અમેરિકામાં એક પેલેસ્ટાઈન સમર્થકે જીવતા સળગીને આપઘાત કરી લીધો હતો. સુરક્ષાકર્મીએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.

એટલાન્ટા શહેરના ઈઝરાયલી કોન્સ્યુલેટની સામે આ ઘટના બની હતી. દેખાવકારે પેલેસ્ટાઈનનો રાષ્ટ્રધ્વજ લપેટીને પોતાને આગ ચાંપી હતી.

સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, અલ-અહલી હોસ્પિટલમાં ‘હોરર’ (ભય પમાડે તેવી) ફિલ્મ જેવી ભીષણ સ્થિતિ સર્જાઈ છે.

ઈટાલીમાં પેલેસ્ટાઈનના સમર્થકોએ લાશ બનીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં ગાઝામાં થઈ રહેલાં મોતો તરફ દુનિયાનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી હતી. યુદ્ધવિરામ પૂર્ણ થયાના 24 કલાકની અંદર ગાઝામાં 178થી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. હોસ્પિટલોમાં ફ્લોર પર મૃતદેહો પડેલા છે. યુએનએ કહ્યું છે કે, ગાઝાની અલ-અહલી હોસ્પિટલની સ્થિતિ એક હોરર ફિલ્મ જેવી છે. ‘હુ’ અનુસાર, ગાઝામાં 32 હોસ્પિટલમાંથી માત્ર 16 જ કાર્યરત છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ શુક્રવારે ફરી યુદ્ધ શરૂ થયું હતું. મધ્ય ઇઝરાયલ પર ગાઝા તરફથી 50થી વધુ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલે પણ જવાબી કાર્યવાહી કરી હતી.

ત્યાર બાદ તરત જ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીએફ)ના ચીફ જનરલ હેર્જી હાલેવીએ તેલ અવીવમાં ટોપ કમાન્ડરો સાથે લાંબી બેઠક યોજી હતી. ‘ટાઈમ્સ ઓફ ઇઝરાયલ’ અનુસાર, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન વધુ તેજ કરવામાં આવશે.

હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ આઈડીએફના હુમલામાં 109 લોકો માર્યા ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. બીબીસી અનુસાર - આ દાવાઓની પુષ્ટિ કરી શકાતી નથી. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 હજાર 800 લોકોનાં મોત થયાં છે, જેમાં છ હજાર બાળકનો સમાવેશ થાય છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, હમાસ વધુ બંધકોને છોડવા માગતું નથી, જેના કારણે યુદ્ધવિરામને વધુ લંબાવી શકાયો નથી. હમાસે તમામ મહિલાઓને પણ છોડી ન હતી અને ઇઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું હતું. 7 ઓક્ટોબરથી શરૂ થયેલાં યુદ્ધમાં ઇઝરાયલમાં 1200 અને ગાઝામાં 14 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયલ જવા રવાના થઈ ગયા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024