• મંગળવાર, 10 માર્ચ, 2026

ભારતીય મહિલા ટીમ સામેના એકમાત્ર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય પ્લેયર ઓફ ધ મેચ એનાબેલ સદરલેન્ડની સદી અને કુલ 6 વિકેટ

પર્થ તા.8: એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમ વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે સરળ વિજય થયો હતો. મેચના આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ટીમને વિજય માટે ફકત 2પ રનનું લક્ષ્ય મળ્યું હતું. જે તેણે વિના વિકેટે હાંસલ કરી લીધું હતું. વિજય પછી કાંગારૂ કપ્તાન એલિસા હિલીને ખેલાડીઓએ ખભા પર ઉંચકીને વિદાય આપી હતી. તેણીની કેરિયરનો આ આખરી ઇન્ટરનેશનલ મેચ હતો. એલિસા હિલી નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. 129 રને અને કુલ 6 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એનાબેલ સદરલેન્ડ પ્લેયર ઓફ ધ મેચ બની હતી. ભારત સામેની ઓલ ફોર્મેટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો 12-4 પોઇન્ટથી વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમ ટેસ્ટ ફોર્મેટમાં લગભગ બે દશક બાદ હારી છે.

આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમના પહેલા દાવમાં 198 રન થયા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 323 રન બનાવ્યા હતા. આથી 12પ રનની સરસાઇ મળી હતી. બીજા દાવમાં પણ ભારતીય મહિલા ટીમનો ધબડકો થયો હતો અને 48.2 ઓવરમાં 149 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં પ્રતિકા રાવલના 63 રન સર્વાધિક હતા. ઓસ્ટ્રેલિયાને જીત માટે 2પ રન કરવાના હતા. જે વિના વિકેટે કરી ભારતીય મહિલા ટીમને 10 વિકેટે હાર આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક