સામાન્ય વહીવટ વિભાગના બજેટમાં શ્રેષ્ઠ કર્મચારીઓ માટે ’અટલ સ્વાંત સુખાય યોજના’ની ભેટ
ગ્રામ,
તાલુકા, જિલ્લા, મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓની આગામી ચૂંટણીઓ માટે રૂ. 240 કરોડની ફાળવણી
(અમારા
પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, ગાંધીનગર, તા.8 : એક સપ્તાહના મિનિ વેકેશન બાદ હવે, 9મીના સામવારે
રાજ્ય વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગ ખનીજ વાહન વ્યવહાર અને માર્ગ-મકાન જેવા
ચાર મહત્વના વિભાગોના બજેટ (માંગણીઓ) રજૂ કરાશે. જેના પર વિગતવાર ચર્ચા થયા બાદ તેને
બહુમતી કે સર્વાનુમતે મંજૂર કરાશે. આ વિભાગીય માંગણી (બજેટ)માં સરકારનું મુખ્ય ધ્યાન
વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની પૂર્વ
તૈયારીઓ પર કેન્દ્રિત જણાય છે. જેના માટે એકલા ચૂંટણી વિભાગને જ રૂ. 240 કરોડથી વધુની
ફાળવણી પ્રસ્તાવિત છે.
ખાસ કરીને વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા
લાવવા માટે નિષ્ઠાવાન કર્મચારીઓને પ્રોત્સાહિત કરતી ’અટલ સ્વાંત સુખાય યોજના’ માટે
રૂ. 7 કરોડની નવી જોગવાઈ આકર્ષણનું કેન્દ્ર બની છે.
એવી જ રીતે, રાજ્યના યુવાનો અને ભાવિ વહીવટકર્તાઓ
માટે ’સ્પિપા’ (SPIPA) સંસ્થાને આધુનિક ટેકનોલોજીથી
સજ્જ કરવા રૂ. 4.53 કરોડના ખર્ચે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાની યોજના પણ ચર્ચાનો વિષય
રહેશે. આ ઉપરાંત, મંત્રી પરિષદના વહીવટી ખર્ચ માટે રૂ. 7.85 કરોડ અને જાહેર સેવા આયોગ
(GPSC) દ્વારા લેવાતી સ્પર્ધાત્મક
પરીક્ષાઓના સુચારુ આયોજન માટે રૂ. 123 કરોડથી વધુની જોગવાઈઓ પર ગૃહમાં વિગતવાર ચર્ચા
થશે.
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાઓ
અને પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકાર અત્યારથી
જ સજ્જ બની છે, જેના ભાગરૂપે ચૂંટણી સંચાલન, વહીવટ અને મતદાર યાદીઓના આધુનિકીકરણ માટે
રૂ.240.37 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવા અને કર્મચારીઓને
પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક અનોખી પહેલ તરીકે ’અટલ સ્વાંત સુખાય યોજના’ની જાહેરાત
કરી છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના ઉપલક્ષમાં શરૂ
કરાયેલી આ યોજના હેઠળ, રાજ્યમાં ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરનારા અધિકારીઓ
અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવા માટે રૂ.7.00 કરોડની ખાસ જોગવાઈ કરવામાં
આવી છે.
ભવિષ્યના વહીવટકર્તાઓને તૈયાર કરતી સંસ્થા
’સ્પિપા’ (SPIPA) અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોને
હાઈટેક બનાવવા માટે રૂ. 4.53 કરોડના ખર્ચે ’સ્માર્ટ ક્લાસરૂમ’ વિકસાવવામાં આવશે.
ચાર વિભાગોની માંગણીઓની મહત્વની જોગવાઈઓ
વિગતો
----યોજનાનું નામ----- ફાળવેલી રકમ (રૂ. કરોડ)
-----------------------------
ચૂંટણી
તંત્ર અને સંચાલન (સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત)--- 240.37
જાહેર
સેવા આયોગ (ઋઙજઈ) (પરીક્ષા અને વહીવટ)---- 123.57
અર્થશાસ્ત્ર
અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરી----54.09
અટલ
સ્વાંત સુખાય યોજના (કર્મચારી પુરસ્કાર માટે)---7.00
જઙઈંઙઅ
સ્માર્ટ ક્લાસરૂમ (આધુનિક તાલીમ સુવિધા)--- 4.53
કચેરીઓનું
રિનોવેશન (ઋઅઉ હસ્તકની વિવિધ કચેરીઓ)--- 15. 00
ગુજરાત
કેપેસિટી બિલ્ડિગ સ્ટેટ કમિશન (નવી સંસ્થા)---- 1.33
રાજ્યપાલ
સચિવાલય માટે રૂ.14.12 કરોડ અને મંત્રીમંડળના સચિવાલય માટે રૂ.7.85 કરોડ
પરિવહન
સુધારા : સલામત મુસાફરી માટે નવી બસો અને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કનું નિર્માણ
મુખ્યમંત્રી
ગ્રામ સડક યોજના અને ફોર-લેન માર્ગોના નેટવર્કનું વિસ્તરણ
ગાંધીનગર-અમદાવાદ
ખાતેની સરકારી કચેરીઓના નવિનીકરણ માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે:
અર્થશાસ્ત્ર
અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીના રિનોવેશન માટે રૂ.2.04 કરોડ
લોકાયુક્ત
કચેરી, ગુજરાત માહિતી આયોગ અને સરકારી કર્મચારીઓને મકાન કે વાહન ખરીદવા માટે કુલ રૂ.
1,842 કરોડ
-----------------------