• મંગળવાર, 10 માર્ચ, 2026

લક્ષ્ય સેન ઇતિહાસ રચતા ફરી ચૂક્યો ઓલ ઇંગ્લેન્ડના ફાઇનલમાં હાર

બર્મિંગહામ તા.8: ભારતનો સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ફાઇનલમાં હાર્યોં છે. મેન્સ સિંગલ્સના ફાઇનલ મેચમાં લક્ષ્ય સેનનો ચીની તાઇપેના ખેલાડી લિન ચૂન યી વિરૂધ્ધ 1પ-21 અને 20-22થી પરાજય થયો હતો. આ હારથી લક્ષ્ય સેન ઈતિહાસ રચતા ચૂકી ગયો હતો. તે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ફાઇનલમાં બીજીવાર હાર્યોં છે. અગાઉ તે 2022માં પણ ઉપવિજેતાથી સંતોષ માનવો પડયો હતો. બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી ફકત બે ખેલાડી જ પ્રકાશ પાદુકોણે (1980) અને પુલેલા ગોપીચંદ (2001) ચેમ્પિયન બન્યા છે. આ ઉપરાંત સાનિયા નેહવાલ 201પમાં ફાઇનલમાં પહોંચી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક