મોરબી, તા.8 : હળવદના કોયબા નજીક આવેલ ફેક્ટરીમાંથી જાહેરમાં ગંદુ પાણી નિયમ વિરુદ્ધ છોડવા બાબતની ફરિયાદ મળ્યા બાદ સી.આઇ.એલ, સીઆઇડી ક્રાઇમ ગુજરાત રાજ્યની ટીમે રેડ કરી હતી અને ગંદુ પાણી છોડવા મામલે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સીઆઇડી ક્રાઇમ,
સી.આઇ.એલ ડિટેક્ટિવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. સી. ઈશરાણીએ આરોપીઓ અલ્પેશ અંબારામભાઈ
વશિયાણી, સંજય અમરશીભાઈ પટેલ અને વિજય જસમતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઈઇંઊખઙછઘ
ઇન્ડસ્ટ્રીઝ સર્વે નં.270 પૈકી 2 ગામ કોયબા હળવદ નામની ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત
પાણી આજુબાજુનાં ખુલ્લા ખેતરો અને જમીનોમાં છોડતા હોવાની માહિતીને પગલે સીઆઇએલ સીઆઇડી
ક્રાઇમ ટીમના સમીરકુમાર રાજેન્દ્રકુમાર, દિનેશ બળદેવભાઈ રબારી અને બે પંચના માણસોને
સાથે રાખી ફેક્ટરી ખાતે તપાસ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા અલ્પેશ વશિયાણી, સંજય
પટેલ હાજર મળી આવ્યા હતા અને ફેક્ટરી માલિક બાબતે પૂછતાં તેઓ બન્ને ભાગીદાર હોવાનું
અને ત્રીજા ભાગીદાર વિજય પટેલ હોવાનું જણાવ્યું હતું. બન્ને આરોપીઓને સાથે રાખી ફેક્ટરી
અને આજુબાજુમાં તપાસ કરતા બે ખેતરમાં પાણી ભરેલું હતું. જે પાણી ખરેખર કેમિકલ વેસ્ટ
છે કે વરસાદનું પાણી તે પ્રાથમિક દૃષ્ટિએ નક્કી કરી સકાય તેમ ના હોવાથી પાણીના નમુના
તપાસ અર્થે કબજે લેવામાં આવ્યા હતા. આમ કારખાનાના ત્રણ ભાગીદારોએ પોતાની ફેકટરીમાંથી
ખુલ્લા ખેતરોમાં હાઇડ્રોજન અને ક્લોરાઇડના મુક્ત મૂલકોની જે હાઇડ્રોક્લોરાઇડ એસિડનાં
ઘટકોવાળું ગંદુ પાણી જાહેરમાં છોડવાથી માનવ અને પશુને હાની, ભય કે ત્રાસ પહોંચે તેમજ
જિંદગીને જોખમકારક તેમજ નુકસાન થાય તેમ ફેક્ટરી માલિકો જાણવા છતાં જાહેરમાં ફેક્ટરીનું
ગંદુ પાણી નિયમ વિરુદ્ધ છોડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. સીઆઇડી ક્રાઇમ રાજકોટ
ઝોન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.