• મંગળવાર, 10 માર્ચ, 2026

યુધ્ધને લીધે ભારતીય જૂ. મુક્કેબાજી ટીમનું વર્લ્ડ કપમાં વિજેતા બનવાનું સપનું રોળાયું

નવી દિલ્હી તા.8:  મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુધ્ધને લીધે ભારતીય જૂનિયર મુક્કેબાજી ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થયું છે. ભારતની 10 ખેલાડીની જૂનિયર મુક્કેબાજી ટીમને મોંટેનેગ્રોના બુડવા શહેરમાં આયોજિત યૂથ વર્લ્ડ કપનો હિસ્સો બનવાનું હતું, પણ યુધ્ધની પરિસ્થિતિને લીધે તેમનો પ્રવાસ શકય બન્યો ન હતો.

આથી ટૂર્નામેન્ટમાંથી હટી જવા મજબૂર થવું પડયું હતું. ભારતમાં મોંટેનેગ્રો દેશનું દૂતાવાસ નથી. આથી સમસ્યા વધુ જટિલ બની હતી. આથી ભારતના યુવા બોકસર રીંગમાં ઉતર્યાં વિના જ યૂથ વર્લ્ડ કપની બહાર થઇ ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક