અમદાવાદ, તા.9: આઇસીસી ટૂર્નામેન્ટમાં હંમેશાં ટીમ ઇન્ડિયા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા એકસ ફેક્ટર સાબિત થઇ રહ્યો છે. 2024ના ટી-20 વિશ્વ કપ બાદ 2026ના ટી-20 વિશ્વ કપમાં પણ તેણે શાનદાર હરફનમૌલા દેખાવ કર્યો હતો. ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની 96 રનની એકતરફી જીત બાદ ભારતીય ખેલાડીઓએ તેમના પરિવાર સાથે જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડયા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે ખુશખુશાલ જોવા મળ્યો હતો. હાર્દિકની 2024 અને આજની જીતમાં તફાવત શું તેવો સવાલ થયો હતો. જેના પર હાર્દિકે પ્રતિક્રિયા વ્યક્ત કરી કે આ જીત થોડી અલગ છે. એ (2024)ની જીત ઘણી કઠિન હતી. મેં નિશ્ચિય કર્યો છે કે જે પણ ટૂર્નામેન્ટ રમીશ તે હારીશ નહીં, મારે હજુ 10 વર્ષ રમવું છું અને આ દરમિયાન 7-8 ટ્રોફી જીતવી છે. હવે મારી લાઇફમાં મહિકા આવી છે અને બધું બદલાઇ ગયું છે. બસ હવે હું સારૂ મહેસૂસ કરૂ છું અને જીતતો રહેવા માગું છું.