• સોમવાર, 09 માર્ચ, 2026

આંતરરાષ્ટ્રીય કાયદો હવે ખતમ : રશિયા

ઈરાન-અમેરિકા યુદ્ધથી ભડક્યું રશિયા : ઙ-5 દેશોની બેઠક બોલાવવા માગ

મોસ્કો, તા. 8 : પશ્ચિમ એશિયાની સ્થિતિ વર્તમાન સમયે તણાવ ભરેલી છે. અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન ઉપર જે હુમલા થયા છે તેણે આખી દુનિયાની ચિંતામાં વધારો કરી દીધો છે. આ દરમિયાન રશિયાએ ખુબ મોટું અને આકરું નિવેદન આપ્યું છે. રશિયાના કહેવા પ્રમાણે જે ‘આંતરરાષ્ટ્રીય કાયદા’ની વાત કરવામાં આવે તે લગભગ હવે ખતમ થયો છે. આ ઉપરાંત બગડતા માહોલને ધ્યાને રાખીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક જુના પ્રસ્તાવને ફરીથી સામે રાખ્યો છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પાંચ સ્થાયી સભ્યો (પી-5)ની બેઠક બોલાવવાની સલાહ આપવામાં આવી હતી.

રશિયાના સરકારી ટીવી રુસિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે વર્તમાન સમયમાં દુનિયાએ બધું ગુમાવી દીધું છે. જેને આંતરરાષ્ટ્રીય કાયદો કહેવામાં આવતા હતો. પેસકોવે સવાલ કર્યો હતો કે જ્યારે કાયદા બચ્યો નથી તો તેના નિયમો અને સિદ્ધાંતોને માનવા માટે કોઈને કેવી રીતે કહી શકાય ? તેમણે સ્થિતિને સમજાવતા કહ્યું હતું કે કાયદો માત્ર કાગળોમાં જોવા મળે છે પણ જમીની વાસ્તવિકતામાં તેનું કોઈ નિશાન બચ્યું નથી.

પેસકોવે ભાર મુકીને કહ્યું હતું કે, દુનિયામાં આજે કોઈપણ સ્પષ્ટ કરી શકે નહી કે આંતરરાષ્ટ્રીય કાયદો છે શું ? પેસકોવ અનુસાર કોરોના મહામારી પહેલા પુતિને એક પ્રસ્તાવ આપ્યો હતો કે દુનિયાના પાંચ મોટા દેશ (રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન) સાથે બેસે અને વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતા ઉપર ચર્ચા કરે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ પી-5 બેઠક બોલાવવા ઉપર ગંભીરતાથી વિચાર કરવો જરૂરી બન્યો છે. ઈરાન ઉપર હુમલાનો ઉલ્લેખ કરતા પેસકોવે ચેતવણી આપી હતી કે ક્ષેત્રમાં સ્થિતિ ઘણા અંશે હાથમાંથી નિકળી ચૂકી છે. હવે સ્થિતિ યુદ્ધ સુધી સીમિત નથી પણ તેના મોટા આર્થિક અને રાજનીતિક પરિણામ દુનિયાને ભોગવવા પડી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

બગવદર કિંદરખેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, યુવક સહિત ત્રણ ઘાયલ March 09, Mon, 2026