સંતોનું એલાન : ચિત્રગુપ્ત પીઠમાં શરૂ કરાયો વિશેષ યજ્ઞ : સંતોએ કહ્યું, સુપ્રીમ કોર્ટનું સન્માન પણ વધારે રાહ જોવાશે નહીં
નવી
દિલ્હી, તા. 9 : મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાનને લઈને ચિત્રગુપ્ત પીઠે છ ડિસેમ્બરના
રોજ કારસેવાની ઘોષણા કરી છે. ચિત્રગુપ્ત પીઠાધિશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કહ્યું
હતું કે, સીએમ યોગી આદિત્ય તેઓને મંજૂરી આપે. તેઓ જન્મભૂમિ તરફ કૂચ કરશે અને શ્રી કૃષ્ણને
મુક્ત કરાવીને જ રહેશે. આ સાથે સંતોએ નારો આપ્યો હતો કે, કૃષ્ણ લલા હમ આયેંગે, મંદિર
વહીં બનાયેંગે. આ સાથે નારા લાગ્યા હતા કે રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો
છે.
હકીકતમાં
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર માટે રવિવારે સવારે ચિત્રગુપ્ત પીઠ આશ્રમમાં મંદિર
નિર્માણ માટે શિલાઓનું પૂજન શરૂ થયું હતું. ગુલાબી શિલાઓ રાજસ્થાનથી મગાવવામાં આવી
છે. ચિત્રગુપ્ત પીઠાધિશ્વર સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે, એક વિશેષ યજ્ઞની શરૂઆત
કરવામાં આવી છે. જયાં સુધી મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી યજ્ઞ ચાલુ રહેશે.
નિરંજની
અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદે કહ્યું હતું કે, છ ડિસેમ્બરની તારીખ કારસેવા
માટે નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું પૂરું સન્માન કરવામાં આવે છે અને તેના
નિર્ણયનો આદર છે પણ હવે વધારે રાહ જોઈ શકાશે નહી. હિન્દુઓને જાગૃત કરવા માટે તેઓ કાર્યક્રમ
ચલાવી રહ્યા છે જ્યારે મહિલા સંત નિરંજની અખાડાના સાધ્વી ઈન્દ્રાણી નંદગિરીએ કહ્યું
હતું કે, સંતોએ છ ડિસેમ્બરથી તારીખ જોઈ વિચારીને નક્કી કરી છે. તારીખનું રહસ્ય આગામી
સમયમાં ખોલવામાં આવશે.
ચિત્રગુપ્ત
પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે તમામ સાધુ સંતોની સામે ચાર સુત્રોની માગને લઈને
રાષ્ટ્રપતિ અને સીજેઆઈ માટે આવેદન આપ્યું હતું. જેમાં પહેલી માગ પુજા સ્થળ અધિનિયમ
1991ને સમાપ્ત કરવી, બીજી માગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ પ્રકરણની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં
થાય, ત્રીજીમાગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ચડાવવો જોઈએ
અને ચોથી માગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ પ્રકરણમાં પરિસરના પુરાતત્વ સરવે ઉપર
રોક હટાવવા કહેવામાં આવ્યું હતું.
કારસેવાના
એલાન બાદ જીલ્લા પ્રશાસને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી હતી. તેમજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ
પરિસરની આસપાસ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. આ ઉપરાંત સચ્ચિદાનંદ સહિત ઘણા સાધુ સંતોને
નોટિસ પણ આપવામાં આવી હતી.