કોડીનાર, તા.8 : તા.1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં મૂળ દ્વારકાના દરિયામાં ચોરીછૂપીથી માછીમારી કરતી બોટ ઝડપાઈ હતી. ગુજરાત ફિશરીઝ કમિશનર અને જિલ્લા કલેક્ટરના આદેશના પગલે કોડીનાર પોલીસ દ્વારા સઘન ચાકિંગ હાથ ધરાયું હતું. પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એમ.આર. બાંભણિયા તથા સ્ટાફે કાર્યવાહી કરતાં જીજે-11-એમઓ -5835 નંબરની યાંત્રિક હોડી (પિલાણ) માછીમારી કરતી મળી આવી હતી. પોલીસે હોડીના ટંડેલ સાબિર મુસા સુયાણી સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.