પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલતી તૈયારીઓ વચ્ચે થયેલી મુલાકાતથી અટકળોનું બજાર ગરમ
નવીદિલ્હી,તા.8:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આપ છોડનાર ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાની આજે થયેલી ઓચિંતી
મુલાકાતે ચર્ચા અને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. ચઢ્ઢાએ આજની આ મુલાકાતની તસવીર
સોશિયલ મીડિયામાં શેર કરીને આજની સવારને યાદગાર ગણાવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીની
અવળી ગણતરી ચાલી રહી છે ત્યારે આ બરાબર એ પહેલા જ આ મુલાકાતે ચઢ્ઢાને પંજાબમાં કોઈ
મોટી ભૂમિકા મળવાની અટકળો છેડી દીધી છે.