• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ભાવનગરમાં લોન મંજૂર કરાવવાના બહાને મહિલા સાથે 2.28 લાખની ઠગાઈ

ભાવનગર, તા.8 : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાના નામે કુલ 2,28,000 રૂપિયાની લોન મેળવીને તે રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લેનાર ભેજાબાજ શખસ સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરાપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ સુજાનગઢના વતની અને હાલ ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતા ઉષાબેન લાભુભાઈ ઈન્દરીયા નામના 38 વર્ષીય મહિલાએ નાણાકીય જરૂરિયાત હોવાથી પૂર્વ પરિચિત એવા નિલેશભાઈ દયાળભાઈ મેર (રહે. ચિત્રા પ્રેસ ક્વાર્ટર, મિલિટ્રી સોસાયટી, ભાવનગર)નો સંપર્ક કર્યો હતો, જ્યાં આરોપી નિલેશે એસ.બી.આઈ. બેન્ક ખાતે બોલાવીને યોનો એપ ડાઉનલોડ કરવાના બહાને તેમનો મોબાઇલ મેળવ્યો હતો અને ત્યારબાદ ‘નોર્ધન આર્ક કેપિટલ’, ‘ડી.એમ.આઇ. ફાઇનાન્સ’ તથા ‘આદિત્ય બિરલા’ જેવી કંપનીઓમાંથી ઉષાબેનના નામે કુલ રૂ. 2,28,000ની લોનની રકમ ઉપાડીને પોતાની પાસે રાખી લીધી હતી અને રકમ પરત માગવા પર ખોટા વાયદાઓ કરી ફોન બંધ કરી દેતા આખરે ભોગ બનનાર મહિલાએ પોલીસનો આશરો લીધો છે, જેથી પોલીસે નિલેશ દયાળભાઈ મેર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઈ નિકેતા ડાભીને સોંપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક