• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓ IPLની આગામી સીઝન લગભગ ગુમાવશે

નવી દિલ્હી, તા.9: ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના સ્ટાર ક્રિકેટર આવતા વર્ષના આઇપીએલની બહાર રહેવું પડશે. તેવી સ્થિતિ છે. આ સંકેત ખુદ ઓસ્ટ્રેલિયા ટીમના હેડ કોચ એન્ડૂ મેકડોનાલ્ડે આપ્યો છે. કાંગારુ ખેલાડીઓનું આઇપીએલ-2027ની બહાર રહેવાનું કારણ ઇન્ટરનેશનલ વ્યસ્ત શેડયૂલ છે. ઓસ્ટ્રેલિયન ટીમને આગામ્ય 12 મહિનામાં 20 ટેસ્ટ અને 14 વ્હાઇટ બોલ ઇન્ટરનેશનલ મેચ રમવાના છે. જેમાં ટેસ્ટ ફોર્મેટની 150મી વર્ષગાંઠના મોકા પર ઇંગ્લેન્ડ ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક ટેસ્ટ મેચ રમશે. આ ઉપરાંત પાંચ ટેસ્ટની ઓશિઝ સિરીઝ મુખ્ય છે.

બીજી તરફ આઇપીએલ-2027ની સીઝન માર્ચ મધ્યથી મે મહિનાના અંત સુધી ચાલવાની સંભાવના છે. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ છે. તેમાં ઓસ્ટ્રેલિયા ટીમ પ્રબળ દાવેદાર છે. આથી તેના ખેલાડીઓ એકાદ મહિનાનો બ્રેક લેશે. આથી કાંગારુ ખેલાડીઓનું આઇપીએલમાં રમવું શંકાસ્પદ બન્યું.

જો કે કોચ મેકડોનાલ્ડનું માનવું છે કે આઇપીએલ રમવાથી મેચ પ્રેક્ટિસનો ફાયદો પણ મળી શકે છે. આમ છતાં અમે મુખ્ય ખેલાડીઓને ઇજાઓથી બાકાત રાખવા માટે કઠોર નિર્ણય લેવા પડી શકે છે.

ટેસ્ટ-વડે કપ્તાન પેટ કમિન્સ, ટી-20 કેપ્ટન મિચેલ માર્શ, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, કેમરૂન ગ્રીન અને જોશ ઇંગ્લીશ આઇપીએલની જુદી જુદી ટીમના મુખ્ય ખેલાડીઓ પૈકીના એક છે. આ ખેલાડીઓએ કદાચ આઇપીએલ- 2027ની પૂરી સીઝન અથવા અરધી સીઝન લગભગ છોડવી પડશે. કાંગારુ કોચ મેકડોનાલ્ડે કહ્યું છે કે, ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાન રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક