લોંગ જમ્પમાં શાહનવાઝ ખાનને કાંસ્ય ચંદ્રક
નવી
દિલ્હી, તા.9: ભારતના બસંતકુમાર મેઘવાલે અન્ડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં
પુરુષોની હાઇ જમ્પ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાજસ્થાનના 19 વર્ષીય
બસંતકુમારે 2.21 મીટરના ઊંચા કૂદકા સાથે બીજા સ્થાને રહી પોડિયમ પર જગ્યા બનાવી હતી.
બસંતકુમાર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના કોઈપણ સ્તરે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીતનારો
પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.
આ
ઉપરાંત ભારતના શાહનવાઝ ખાને લોંગ જમ્પમાં 7.84 મીટરના શ્રેષ્ઠ કૂદકા સાથે કાંસ્ય ચંદ્રક
કબજે કર્યો હતો. જે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કોઈપણ સ્તરે ભારતીય પુરુષ ખેલાડીનો
લોંગ જમ્પમાં પ્રથમ ચંદ્રક છે. શુક્રવારે જ્વેલિયન થ્રોમાં આશિષ યાદવે રજત ચંદ્રક જીત્યો
હતો.