• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ગાંધીનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ બ્લાડિંગથી મૃત્યુ

કેસ દબાવવા આરોપીના પિતાએ ધમકી આપી પૈસાની ઓફર કર્યાનો મૃતક સગીરાના પિતાનો આક્ષેપ

અમદાવાદ, તા.9 : ગાંધીનગરના કલોલની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ શારીરિક સંબંધ બાંધતા સગીરાનું મોત થયું છે. પ્રેમીના અત્યાચારનાં કારણે ગુપ્ત ભાગેથી અતિશય બ્લાડિંગ થતાં સગીરાનાં આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને ત્યાર બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.જ્યારે પીડિતાના પિતાએ કહ્યું, આરોપીના પિતાએ સમાધાન કરી કેસ દબાવવા પૈસાની પણ ઓફર કરી હતી. ચાર-ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં રહેલી સગીરાએ અંતે દમ તોડી દીધો હતો. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને પ્રવાહી પીવડાવીને દીપ લઈ ગયો હતો. ઘટના બાદ અમને ઘરે આવીને ધમકી આપી હતી કે, તમે જો પોલીસ કેસ કરશો તો તમને મારી નાખીશું. મારી દીકરીનું બેગ, સોનાની ચેઇન, મોબાઇલ કે તેનાં કપડાં પણ મારી પાસે નથી.

આ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટના સેક્ટર 16ના એક ગેસ્ટ હાઉસમાં બની હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમને સાથે રાખી પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તેમજ તેની સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ઇ-પેપરના નવા શુલ્ક