• મંગળવાર, 21 જુલાઈ, 2026

રાજકોટમાં ડબલ મર્ડર : બે સગા ભાઈઓની લોથ ઢળી

મિલકતના વિવાદમાં ખેલાયો ખૂની ખેલ, ભાગ માંગવા આવેલા ભત્રીજાએ બે કાકાને છરીના ઘા ઝીંકી દીધા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.20: માણસને સામાન્ય બાબતમાં પણ મારી નાખવા તે જાણે સાવ રમત બની ગઈ હોઈ તેમ રાજકોટમાં આજે ફરી ડબલ મર્ડરની ઘટના ઘટી છે. થોડા સમય પહેલા થયેલા જમીનના સોદાની રકમ કુટુંબમાં વહેચાઈ ન હોવાથી થયેલા ઝગડામાં ભત્રીજાએ પોતાના કાકાને છરીના ઘા મારીને તેમનું ખૂન કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મૃત્યુ પામનાર બંને વ્યક્તિ સગા ભાઈ હતા. આરોપી હાર્દિક ધોળકિયા વૈશાલી નગરમાં રહે છે ત્યાંથી સોમનાથ સોસાયટીમાં ગયો, રાતે તેણે ઝગડો કર્યો અને  ઉશ્કેરાટમાં છરીના ઘા ઝીંકી આ બન્ને ભાઈઓની હત્યા કરી હોવાની વિગત સામે આવી છે. તરતજ ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રે 1 વાગ્યે સોમનાથ સોસાયટી-2માં હાર્દિક ધોળકિયાએ “િમલકત વહેચાણી તેમાં અમારો ભાગ કેમ આપતા નથી?’’ કહી ગાળાગાળી કરતાં તેના કાકા સુરેશભાઈ, રાજેશભાઈ અને ભાઈ લાખાભાઈ સમજાવવા પહોંચ્યા હતા. ઉશ્કેરાયેલા હાર્દિકે છરી વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દેતાં બંને સગા ભાઈઓ સુરેશભાઈ અને રાજેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે લાખાભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. સામા પક્ષે હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઘવાતાં તેણે પણ સામા પક્ષ પર હુમલાની ફરિયાદ નોંધાવી છે. હાલ યુનિવર્સિટી પોલીસે સામસામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક