• મંગળવાર, 21 જુલાઈ, 2026

56 વર્ષના યુવાની વાત નથી કરી રહ્યો : મોદીનો રાહુલ ઉપર વ્યંગ

સંસદ બહાર મીડિયા સાથે વાતચીત કરતા સ્કાયરૂટથી યુવા ટીમની પ્રશંસા કરી

નવી દિલ્હી, તા. 20 : સંસદનાં ચોમાસું સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ એક તરફ ભારતનાં પહેલાં ખાનગી રોકેટ વિક્રમ-1ની સફળતા માટે સ્કાયરૂટ એરોસ્પેસની યુવા ટીમની સરાહના કરી હતી અને અપ્રત્યક્ષ રૂપથી રાહુલ ગાંધી ઉપર વ્યંગ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતના યુવાઓએ અંતરીક્ષમાં ઉડાન ભરી છે. સ્કાયરૂટમાં કામ કરતી ટીમની સરેરાશ ઉંમર 28 વર્ષની છે જ્યારે રાહુલ ગાંધી ઉપર વ્યંગ કરતા કહ્યું હતું કે તેઓ કોઈ 56 વર્ષના યુવાની વાત કરી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જૂન મહિનામાં રાહુલ ગાંધી 56 વર્ષના થયા છે. કોંગ્રેસ રાહુલ ગાંધીને યુવા ચહેરા તરીકે રજૂ કરે છે. તેવામાં મોદીએ અપ્રત્યક્ષ રીતે રાહુલ ગાંધીને નિશાને લીધા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક