• મંગળવાર, 21 જુલાઈ, 2026

હોર્મુઝ સંકટનાં કારણે ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ 60 ટકા વધ્યું

નવી દિલ્હી, તા.20: ભારતનું ક્રૂડ ઓઈલનું આયાત બિલ ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિકમાં તેજીથી વધ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા હંગામી આંકડાઓ અનુસાર વાર્ષિક આધારે દેશનું ક્રૂડ ઓઈલ આયાત બિલ 60 ટકાથી વધી ગયું છે અને તેની સામે આયાતનાં પ્રમાણમાં મામૂલી ઘટાડો થયો છે.

આનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ જળમાર્ગમાંથી પરિવહન ખોરવાતા ક્રૂડ ઓઈલનાં ભાવમાં થયેલો વધારો છે. આવું જ એલએનજીની આયાત પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ જોવા મળ્યું છે. ભારતની ચોખ્ખી ઓઈલ અને ગેસની આયાત ગત વર્ષનાં સ્તરેથી 4પ ટકા વધી ગઈ છે.

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા જારી કરવામાં આવેલા કામચલાઉ આંકડા અનુસાર જૂન ત્રિમાસિકમાં ક્રૂડ ઓઈલની આયાત 61.2 ટકા વધીને 49.8 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે આયાતનાં પ્રમાણમાં 4.5 ટકાનો ઘટાડો થઈને 59.8 મિલિયન ટન થઈ હતી. એલએનજીની આયાતની વાત કરવામાં આવે તો એપ્રિલ-જૂનમાં પુરવઠો ગત વર્ષનાં આ સમયગાળાની તુલનામાં 8.6 ટકા ઘટીને 7674 એમએસસીએમ થઈ હતી. જ્યારે તેનું આયાત બિલ 6 ટકા વધીને 3.6 અબજ ડોલર થઈ ગયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક