ફોર્બ્સની સૂચિમાં 100 કંપનીમાંથી 18 ભારતની: 8779 કરોડના મૂલ્ય સુધીની કંપની સામેલ
મુંબઈ,
તા.25 : ભારત એશિયા-પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રણી તરીકે ઊભરી આવ્યું છે. ફોર્બ્સ
એશિયાની 2025 માટેની ‘100 સ્ટાર્ટઅપ્સ ટુ વોચ’ યાદીમાં 16 દેશોના 100 આશાસ્પદ સ્ટાર્ટઅપ્સનો
સમાવેશ થાય છે.
ભારત
18 સ્ટાર્ટઅપ્સ સાથે આગળ છે, જેમાં રૂા.8779 કરોડ સુધીની કિંમતની કંપનીનો સમાવેશ થાય
છે. આ યાદી પ્રાદેશિક નવીનતાનો ચિત્ર આપે છે, જેમાં એઆઈ, ડીપટેક અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ
પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ફોર્બ્સના
અહેવાલ મુજબ ભારતનું પ્રદર્શન તેના યુવા ઇકોસિસ્ટમની શક્તિને પ્રતાબિંબિત કરે છે. વિશ્વભરના
અન્ય દેશોની તુલનામાં, ભારત માત્ર બે દાયકામાં અમેરિકા અને ચીન સાથે સ્પર્ધા કરવાની
સ્થિતિમાં આવી ગયું છે.
ભારતીય
સ્ટાર્ટઅપ્સે સ્થાનિક પડકારોનો સામનો કરતી વખતે વૈશ્વિક સ્તરે સ્કેલેબલ મોડેલ્સ વિકસાવ્યા
છે. આનો અર્થ એ છે કે તેઓ ખર્ચ કે સંસાધનોમાં વધારો કર્યા વિના વધતી માંગ સાથે સરળતાથી
વિસ્તરણ કરી શકે છે.
યાદીમાં
સામેલ કંપનીઓ દસમાંથી આઠ ક્ષેત્રોને આવરી લે છે. આમાં આરોગ્યસંભાળ, નાણાં, ઈ-કોમર્સ
અને રિટેલ, અવકાશ ટેકનોલોજી, ગ્રાહક અને ગ્રામીણ વાણિજ્યનો સમાવેશ થાય છે.