પરમાણુ ઊર્જાથી સંચાલિત થતાં ‘બુરેવેસ્ટનિક’માં અસીમ અંતર કાપવાની તાકાત
મોસ્કો,
તા. 26 : યુક્રેન સાથે જારી યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાના સૌથી નવાં પરમાણુ ઊર્જાથી સંચાલિત
ક્રૂઝ મિસાઈલ ‘બુરેવેસ્ટનિક’નું સફળ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ ઊર્જા પર નિર્ભર હોવાથી
આ મિસાઈલ અસીમિત અંતર કાપી શકે છે.
રૂસી
સેનાના મહાનિર્દેશક જનરલ વાલેરી ગેરા સિમોવે રાષ્ટ્રપતિ પુતિનને જાણ કરી આપતાં કહ્યું
હતું કે, પરીક્ષણમાં મિસાઈલે 14 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
હવાઈ
ક્ષેત્રમાં લગભગ 15 કલાક સુધી સક્રિય રહેનાર બુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઈલ વર્તમાન અને
ભવિષ્યની સુરક્ષા પ્રણાલીઓ સામે અજેય છે.
આ ખતરનાક
મિસાઈલ પરંપરાગત મિસાઈલ કરતાં અલગ પડે છે. સામાન્ય મિસાઈલો ઈંધણ ખૂટી જાય તો અટકી પડે
છે, પરંતુ આવી મર્યાદા રૂસી મિસાઈલ માટે અવરોધ નહીં સર્જી શકે.