વિશાખાપટ્ટનમ તા.26: મહિલા વન ડે વર્લ્ડ કપના આજે રમાયેલા પહેલા મેચમાં ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો 124 દડા બાકી રહેતા 8 વિકેટે શાનદાર વિજય થયો હતો. આ જીતથી ઇંગ્લેન્ડ મહિલા ટીમ પોઇન્ટ ટેબલ પર 11 અંક સાથે બીજા સ્થાને રહી સેમિ ફાઇનલમાં રમશે. જયાં તેની ટકકર ત્રીજા નંબરની ટીમ દ. આફ્રિકા સામે થશે. જયારે ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ મહિલા ટીમે ફકત 4 અંક સાથે છઠ્ઠા સ્થાને રહીને વિશ્વ કપ સફર સમાપ્ત કરી છે.
આજના
મેચમાં ન્યુઝીલેન્ડ ટીમ 38.2 ઓવરમાં 168 રનમાં ઢેર થઇ હતી. જવાબમાં ઇંગ્લેન્ડ મહિલા
ટીમે 29.2 ઓવરમાં ફકત બે વિકેટ ગુમાવી 172 રન કરી 8 વિકેટ વિજય પ્રાપ્ત કર્યોં હતો.
ઓપનર એમી જોંસ 86 રને નોટઆઉટ રહી હતી. ટેમી બોમેન્ટે 40 હીથર નાઇટે 33 રન કર્યાં હતા.
અગાઉ ન્યુઝીલેન્ડ તરફથી જોર્જિયા પ્લિમરે 43, અમેલિયા કેરે 3પ અને કેપ્ટન સોફી ડિવાઇને
23 રન કર્યાં હતા. ઈંગ્લેન્ડ તરફથી લિંસી સ્મિથે 3 વિકેટ લીધી હતી.