ટ્રમ્પની હાજરીમાં થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી : પાકિસ્તાન-અફઘાન યુદ્ધને ખતમ કરવા તૈયારી બતાવી
નવી
દિલ્હી, તા. 26 : થાઈલેન્ડ અને કંબોડિયાની સરકારો વચ્ચે રવિવારે સંઘર્ષ વિરામ સમજૂતિ
ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની
હાજરીમાં થયા હતા. આ દરમિયાન ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ એવા આઠ યુદ્ધમાંથી
એક હતું જે તેમના પ્રશાસને માત્ર આઠ જ મહિનામાં સમાપ્ત કરાવ્યું છે. આ રીતે દર મહિને
સરેરાશ એક યુદ્ધ ખતમ થયું છે. હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ બાકી છે.
ટ્રમ્પે ભરોસો અપાવ્યો હતો કે ટૂંક સમયમાં આ યુદ્ધનો પણ ઉકેલ કરાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન
બન્નેને જાણે છે. પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અને પીએમ સારા લોકો છે. તેઓને આશા છે કે
યુદ્ધનો ઉકેલ આવી જશે. ટ્રમ્પે પોતાના જ વખાણ કરતા આગળ કહ્યું હતું કે આમ તો આ ગંભીર
મામલો છે પણ પોતાનો શોખ છે. તેઓ યુદ્ધ રોકાવવાના કામમાં સારા છે અને આ કામ પસંદ છે.
હકીકતમાં યુદ્ધ રોકવાનું કામ યુનોએ કરવું જોઈએ પણ તે કરતું નથી.
યુનો
ઉપર ટ્રમ્પે નિશાન તાકતા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ તેમનું ટેલીપ્રોમ્પટર બંધ
કરી દીધું હતું. જ્યારે તેઓ ભાષણ કરી રહ્યા હતા ત્યારે ટેલીપ્રોમ્પટર વિના બોલવું પડયું
હતું. એસ્કેલેટર પણ ચાલી રહ્યું નહોતું. જો કે યુનોમાં ઘણી ક્ષમતા છે. ઉલ્લેખનીય છે
કે રવિવારે ટ્રમ્પ મલેશિયા પહોંચ્યા હતા. આ
સાથે જ પાંચ દિવસની એશિયાની યાત્રા શરૂ થઈ છે. ટ્રમ્પ કુઆલાલંપુરમાં થનારા આસિયાન સંમેલનમાં
ભાગ લેવાના હતા.
ચીન
સાથે વાત થશે, ભારતે પૂરો કાપ મુક્યો : રશિયન ક્રૂડ મુદ્દે ટ્રમ્પ
નવી
દિલ્હી, તા. 26 : અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ વોર વધારે ઘેરું બનતું જોવા મળી રહ્યું
છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડા ઉપર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના નિવેદનનો
અયોગ્ય ઉપયોગ કરવા બદલ ઝાટકણી કાઢી હતી. વધુમાં કેનેડા ઉપર ગુસ્સો વ્યક્ત કરતા વધારાનો
10 ટકા ટેક્સ લાદવાની ઘોષણા કરી છે. બીજી તરફ ટ્રમ્પે રશિયન ક્રૂડ મુદ્દે દાવો કર્યો
હતો કે તેઓ આ મામલે જિનપિંગ સાથે વાત કરી શકે
છે. જ્યારે ભારતે રશિયન ક્રૂડ ઉપર પુરી રીતે કાપ મુકી દીધો છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્રુથ સોશિયલ ઉપર ટ્રમ્પે કેનેડા
ઉપર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે લખ્યું હતું કે રોનાલ્ડ રીગનના ટેરિફ ઉપર અપાયેલા એક
ભાષણ ઉપર ફર્જી એડ મળી આવી છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, રીગનના નિવેદનો ઉપયોગ કરવા
માટે રીગન ફાઉન્ડેશન પાસેથી મંજૂરી લેવામાં આવી નથી. આ માટે ફાઉન્ડેશન કાયદાકીય વિકલ્પ
તલાશી રહ્યું છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે અન્ય એક દાવો કર્યો હતો. જેમાં કહ્યું હતું કે તેઓ શી જિનપિંગ સાથે ચીન દ્વારા
રશિયન તેલ ખરીદવા મુદ્દે ચર્ચા કરી શકે છે. જ્યારે ભારત પુરી રીતે રશિયન ક્રૂડ ઉપર
કાપ મુકી રહ્યું છે. હકીકતમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ મુદ્દે કોઈ નિર્ણય કરાયો નથી
અને ખરીદી યથાવત્ છે.
ભારતના
ભોગે પાક. સાથે સંબંધ નહીં : અમેરિકા
નવી
દિલ્હી, તા.26: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં બીજા કાર્યકાળમાં પાકિસ્તાન
અને અમેરિકા વચ્ચે મિત્રતા વધી છે. અમેરિકાએ એકબાજુ ભારત સામે વેપાર યુદ્ધ છેડેલું
છે અને બીજીબાજુ પાક. સરકાર અને સેનાની નેતાગીરીની આળપંપાળ કરી રહ્યું છે. જો કે હવે
અમેરિકાએ ભારત અને પાક. સાથેનાં સંબંધો વિશે સ્પષ્ટતા આપી છે. અમેરિકી વિદેશમંત્રી
માર્કો રુબિયોનું કહેવું છે કે, પાકિસ્તાન સાથે અમેરિકા વ્યૂહાત્મક સંબંધો વધારવા માગે
છે પણ ભારત સાથેનાં સંબંધોની કિંમતે નહીં. અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયો અનુસાર
પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો ભારતના સાથે ઉંડા, ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ સંબંધને
નુકસાન ઉપર નથી બનાવવામાં આવી રહ્યા. અમેરિકા પાકિસ્તાન સાથે પોતાના સામરિક સંબંધોને
વધુ મજબૂત કરવાની તક જોઈ રહ્યું છે.