નવી દિલ્હી તા.26: રોહિત શર્માએ સિડની વિમાની મથક પરની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોમાં હલચલ મચાવી છે. તેણે પોતાના ભવિષ્યને લઇને ચાલી આવતી અટકળોને હવા આપી છે. તસવીર સાથે રોહિતે લખ્યું છે એક આખરી વાર, સિડનીથી સાઇનિંગ ઓફ. આ ફોટાથી રોહિતે એવો સંકેત આપી દીધો છે કે આ તેનો આખરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો.
લગભગ
સાત મહિના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર અને ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન
ડે સદી કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓપનિંગ બેટર રોહિત શર્માએ પોતાની આ સફળતાનો યશ
સખત મહેનત અને જુસ્સાને આપ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બનનાર રોહિત શર્માએ જણાવ્યું
કે મને ઓસ્ટ્રેલિયા આવવું પસંદ છે. મને ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવું ગમે છે. અહીં
2008થી પ્યારી યાદો જોડાયેલી છે. રોહિતને તેના અને વિરાટના ફોર્મ વિશે સવાલ થયો. જેના
પર તેણે કહ્યું અમે દેશ માટે ઘણું રમ્યા છીએ અને ઘણી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરંતુ જયારે
પણ તમે મેદાનમાં ઉતરો ત્યારે નવી શરૂઆત કરવાની હોય છે. અમે એ જ કર્યું. પાછલા 1પ-17
વર્ષમાં જે થયું તે ભુલી અહીં આવ્યા. 3 મેચ રમવાનો આનંદ છે.